• રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે બનાવ્યા નવા નિયમો
  • કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે તમામ રાજ્ય સરકારોએ જુદા જુદા નવા નિયમો બનાવ્યા છે
  • કેટલાક રાજ્યોમાં તમારી પાસે RT-PCRની નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવી શકે છે, તો ઘણા રાજ્યોમાં વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી
  • પુણે, મુંબઈ અને ચેન્નાઇથી આવનારા યાત્રીઓ માટે પશ્ચિમ બંગાળમાં RT-PCR રિપોર્ટ અનિવાર્ય

WatchGujarat. ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં દેશભરમાં જુદા જુદા તહેવારોનો પણ પ્રારંભ થઈ જાય છે. નજીકના સમયમાં રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યાં છે. ત્યારે કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં લોકો ટ્રાવેલના પ્લાન પણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના કેસોમાં ઘટાડો થતાં લોકો ફરવા માટે જઈ રહ્યાં છે, પરંતુ કોઈ પણ કાળજી લેવામાં આવી રહી નથી. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્યોએ પર્યટકો માટે નવા નિયમો બનાવ્યા છે. જેમાં કેટલાંક રાજ્યોમાં RT-PCRની નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવી શકે છે, તો ઘણા રાજ્યોમાં વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી રહેશે.

તમને જણાવી દઈએ કે જો તમે રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પર બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘણા રાજ્યોમાં તમારી પડે RT-PCR નેગેટિવ રિપોર્ટ અથવા વેક્સિનેશન સર્ટિફિકેટ માંગવામાં આવી શકે છે. દેશભરમાં તહેવારોની થતી ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોએ નવા નિયમો બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણા રાજ્યોમાં RT-PCRની નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે કેટલાંક રાજ્યોમાં વેક્સિનેશન સર્ટિફિકેટ જરૂરી કરવામાં આવ્યું છે.

જાણો કયા રાજ્યમાં કયા નિયમ બનાવવામાં આવ્યા છે

પ્રાપ્ત વિગતો અનુસાર છત્તીસગઢમાં જવા વાળા લોકો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જેમાં મંગળવારે રાજ્યમાં હવાઈ માર્ગથી પહોંચવા વાળા માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવી છે. જોકે આ રિપોર્ટ 96 કલાકથી વધુ સમયની ન હોવી જોઈએ. ઉપરાંત 5 ઓગસ્ટથી કેરળથી તામિલનાડુની યાત્રા કરવા વાળા યાત્રી ચેન્નાઇ ત્યારે જ જઈ શકશે જયારે તેઓ RT-PCR ટેસ્ટની નેગેટિવ રિપોર્ટ આપશે. ઉલ્લેખનીય છે કે ગોવાએ પણ કેરળથી આવતા યાત્રીઓ માટે RT-PCR રિપોર્ટ અનિવાર્ય કરી દીધી છે.

આ ઉપરાંત પુણે, મુંબઈ અને ચેન્નાઇથી આવનારા યાત્રીઓ માટે પશ્ચિમ બંગાળમાં RT-PCR રિપોર્ટ અનિવાર્ય રહેશે. જ્યારે કર્ણાટક સરકારે પણ કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધી છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં પણ 72 કલાક જૂની RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જો તમે બંને ડોઝ વેક્સિન લીધી છે તો પણ વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે ટ્રાવેલ કરી શકો છો.

મળતી માહિતી મુજબ દેશના છત્તીસગઢ, મણિપુર, ઓડિશા, ત્રિપુરા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને મેઘાલયમાં રસીના બંને ડોઝ લેનાર યાત્રીકોને નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર નથી. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, ચંદીગ, હરિયાણામાં પણ નેગેટિવ રિપોર્ટ ફરજીયાત નથી. મહત્વનું છે કે જે રસીનો એક જ ડોઝ મેળવનાર યાત્રીકોને રાજસ્થાન અને નાગાલેન્ડમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર નથી. જેથી આ રાજ્યોમાં તમે સરળતાથી મુસાફરી કરી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud