• કોરોનાના કારણે સરકારની ગાઇડલાઇનનુ પાલન કરવુ આવશ્યક બન્યું છે.
  • પારસી પરંપરા અનુસાર મૃતદેહની અગ્નીદાહ આપવામાં આવતો નથી
  • પરંપરા અમે જાળવી હજી પણ જાળવી શું, પરંતુ કોરોનામાં કોઇ પારસી મૃત્યુ પામે તો સરકારી ગાઇડલાઇન મૂજબ જ તેની અંતિમક્રિયા કરાય છે – યઝદી કરંજયા

WatchGujarat. સુરતમાં કોરોનાને લઈને ઇતિહાસમાં પહેલીવાર પારસી સમાજ દ્વારા અંતિમવિધિની રીત બદલામાં આવી છે. પારસી સમાજમાં મૃતકોને અગ્નિ સંસ્કાર કે દફન કરવામાં નથી આવતા પણ એક ચોક્કસ જગ્યાએ કુવો ખોદીને પક્ષીઓને હવાલે કરી દેવામાં આવે છે. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે હાલમાં કોવીડથી મૃત્યુ પામેલા પારસી સમાજના લોકોને અગ્નિદાહ આપી અંતિમવિધિ કરવામાં આવી રહી છે. જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક પણ છે.

ઈતિહાસમાં પહેલીવાર પરંપરા તૂટી

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને લઈને કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે જે ખુબ આઘાત જનક પણ છે. પરંતુ આ કોરોનાની મહામારીને લઈને હવે પારસી સમાજને તેઓની વર્ષો જૂની પરંપરાને તોડવી પડી છે.  કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે સરકારે એક ગાઈડ લાઈન જાહેર કરી છે. અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ હાલ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ થઇ રહી છે. ત્યારે કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે  અંતિમવિધિની ” દોખમે નશીન “પરંપરા થોડા સમય માટે અટકી ગઈ છે. પારસી સમાજમાં સામાન્યપણે અગ્નિસંસ્કારનો રિવાજ નથી. દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી કોમે પણ કોરોનાકાળ જીવનના અંતિમ તબક્કાની પરંપરાને તોડી નાખી છે. પારસી પરંપરા પ્રમાણે તેઓ મૃતદેહોને ચિતા પર સુવડાવી અગ્નિદાહ આપતા નથી, પરંતુ એક ચોક્ક્સ જગ્યાએ કૂવો સ્થાપિત કરી એમાં મૃતદેહને ગીધને હવાલે કરી દેવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમાજ દ્વારા આ પરંપરાનો ભંગ કરી મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર પારસી સમાજ માટે આઘાતજનક છે.

પારસી સમાજને લીધે કોઈને નુકશાન ન પહોચે તે માટે નિર્ણય

પારસી સમાજના અગ્રણી યઝદી કરંજયાએ જણાવ્યું હતું કે  કોરોનાની મહામારીએ આખી દુનિયાને પરેશાન કરી છે. જેમાં પારસી સમાજ પણ આવી ગયો છે. આમ તો પારસી સમાજમાં મૃત્યુ સમયે એક વિધિ છે . પરંપરા મુજબ એક ચોક્કસ જગ્યા પર કુવામાં શબને મુકવામાં આવે છે અને પક્ષીઓના હવાલે કરી દેવામાં આવતા હતા. પરંતુ કોવીડના કારણે સરકારના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. અમારા સમાજને લીધે અને અન્ય લોકોને કોઈ હાની ન પહોચે તે માટે સરકારના નક્કી કરેલા નિયમ અનુસાર કોવીડની ગાઈડ પ્રમાણે જ અંતિમ વિધિ થાય છે.

પરંપરા પણ જાળવી રાખી છે

પારસી સમાજના અગ્રણી યઝદી કરંજયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પારસી સમાજના જે સભ્યો કોવીડના કારણે મોતને ભેટી રહ્યા છે તેઓની અંતિમવિધિ ગાઈડલાઈન પ્રમાણે થાય છે પરંતુ અમે અમારી પરંપરા પણ જાળવી રાખી છે. હાલમાં જે લોકોના મૃત્યુ કુદરતી રીતે થાય છે તેની અંતિમવિધિ અમે અમારી પરંપરા મુજબ જ કરી રહ્યા છે અને અને અમારી પરંપરા પણ જાળવી રાખી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud