રાજકીય આગેવાન અને સામાજિક અગ્રણીની આ હરક્તથી સમાજમાં જ ઘેરા પ્રત્યાઘાત
ભરૂચના ટંકારિયા ગામે એક લગ્ન પ્રસંગમાં શોભજનક કપડાં પહેરેલી ડાન્સરો સાથે સામાજિક આગેવાન ભાન ભૂલ્યા
નોટોના વરસાદ વચ્ચે મેં હું ડોન ગીત ઉપર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની પણ ઐસીતેસી
હવે ભરૂચ પોલીસ શુ એક્શન લે છે તેના પર નજર
વાયરલ વિડીયો જૂનો હોવાનું અને પોતાની પ્રતિષ્ઠાને ઠેસ પોહચાડવાનું કૃત્ય હોવાની અબ્દુલ કામઠીની કેફિયત
WatchGujarat. ગુજરાત પ્રદેશ લોક જનશક્તિ પાર્ટી LJP ના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીનો લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ના ડાન્સનો વાયરલ થયેલા વિડીયોએ રાજકીય અને સામાજિક ક્ષેત્રે હડકપ મચાવી દીધો છે.
ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાન, મુસ્લિમ સમાજના આગળ પડતા અને ગુજરાત પ્રદેશ LJP ના ઉપપ્રમુખ તેમજ જિલ્લાના પ્રમુખ અબ્દુલ કામઠી ના લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા વાયરલ થયેલા વિડીયો એ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. ભરૂચ જિલ્લાના અબ્દુલ કામઠી સમસ્ત મુસ્લિમ સમાજમાં પણ આગળ પડતું નામ ધરાવે છે. તેઓ હંમેશા આવેદનપત્રો આપવામાં અને રજૂઆતો કરવામાં અગ્રેસર રહે છે. તેઓનો જ લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર શોભજનક કપડાં પહેરેલ ડાન્સરો સાથે ડાન્સ કરતો વિડીયો સામે આવતા જિલ્લા અને તેમના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.
https://youtu.be/1SoRiNyXpXs
વાયરલ થયેલો વિડીયો ભરૂચ તાલુકાના ટંકારીયા ગામનો છે. જ્યાં લગ્ન પ્રસંગમાં ડાન્સરો બોલાવવામાં આવી હતી. સ્ટેજ ઉપર અરે દિવાનો મુજે પહેચનો , મેં હું ડોન સોંગ ચાલી રહ્યું હતું. જેમાં LJP ના જિલ્લા પ્રમુખ અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠી પણ મસ્તીમાં આવી ગયા હતા. તેઓએ ડાન્સરો સાથે ડાન્સ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો નોટોનો વરસાદ કરી રહ્યાં હતાં. કોરોના હાલ આઉટ ઓફ કંટ્રોલ છે, હાલમાં લગ્નમાં 150 ની મર્યાદા ની છૂટ અપાઈ હતી. સાથે જ અન્ય નિયંત્રણ જારી કરાયા હતા.
ડીજે પર લગ્નમાં ડાન્સરો બોલાવી સ્ટેજ પર ડાન્સ અને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સની પણ અનદેખી વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી હતી. હવે આ વાયરલ વિડીયો બાદ પોલીસ લગ્નના આયોજકો સામે શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે નામના ધરાવતા અબ્દુલ કામઠીના વાયરલ વિડીયોની હરકતોને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. લગ્નમાં નાચગાન સામાન્ય હોય છે પણ ડાન્સરો સાથે નાચ અને કોરોના વચ્ચે નિયમોના લીરે લીરા એ ગંભીર બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે.
જોકે આ વાયરલ વિડીયો સામે આવ્યા બાદ અબ્દુલ કામઠી જૂનો હોવાનું અને કોઈ હાથે રહી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પોહચડવા આવું કૃત્ય કર્યું હોવાની કેફિયત વ્યક્ત કરી રહ્યાં છે.
ભણીયાની શાદી હતી અને સ્ટેજ ઉપર લોકો ખેંચીને લઈ ગયા, જાહેર જીવન સાથે મારૂ પારિવારિક જીવન પણ છે
વાયરલ થયેલા વિડીયો અંગે રાજકીય અને સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારા પરિવારમાં જ ભાણીયાની શાદી હતી. જેમાં ઓરકેસ્ટ્રા બોલાવ્યું હતું. પરિવારનો પ્રસંગ હોય મને લોકો સ્ટેજ ઉપર ખેંચી ગયા હતા. મારૂં સામાજિક જીવન સાથે પારિવારિક જીવન પણ છે. ડાન્સમાં 300 રૂપિયા ઉડાવ્યા હતા. એક વીક પહેલાના પ્રસંગમાં કોઈએ વિડીયો વાયરલ કર્યો છે. જે કોઈએ મારી પ્રતિષ્ઠા અને દ્વેષભાવ રાખીને આચરેલું કૃત્ય છે.