સિવિલ હોસ્પિટલનાં રસોડાનો વિડીયો સામે આવ્યો છે.
ગ્લોઝ, માસ્ક, પીપીઈ કીટ કે કોઈ એપરન પહેર્યા વિના તેઓ રસોઈ બનાવી રહ્યા છે.
રાજકોટ. કોરોના સંક્રમિત દર્દીઓની રિકવરીમાં તેને અપાતું ભોજન મહત્વનો ભાગ ભજવે છે. જેને લઈને રાજ્ય સરકાર કોવિડ પેશન્ટ માટે દવાઓની સાથે જ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે દર્દીઓ પાસેથી કોઈ ચાર્જ લેવાતો નથી. પરંતુ ભોજન બનાવવાની જવાબદારી લેનાર કોન્ટ્રાક્ટરોને તો સરકાર મસમોટું મહેનતાણું ચૂકવી રહી છે. જે કોઈપણ સ્ટાર રેટેડ હોટલની થાળી જેટલું હોય છે. પરંતુ હાલ સિવિલ હોસ્પિટલનાં રસોડાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કોરોનાનાં દર્દીઓને અપાતા ભોજનની પોલ ખુલી ગઈ છે. અને આ ભોજનની ગુણવત્તા લારી જેટલી પણ ન હોવાનું સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ ખાસ ભોજન બનાવનારને કોરોનાની કોઈ ગંભીરતા જ નથી. તેમજ માસ્ક, પીપીઈ કીટ કે કોઈ એપરન પહેર્યા વિના તેઓ રસોઈ બનાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ શાકભાજી સુધારનાર વ્યક્તિનાં ખુલ્લા પગ શાક પર હોવાનું પણ જોઈ શકાય છે. જો કે પોતાનું શૂટિંગ ચાલુ હોવાનું જણાતા તરત જ બધા કર્મચારીઓએ ગ્લોઝ, માસ્ક અને પીપીઈ કીટ પણ પહેરી લે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાથી થતા મોતની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. જેને પગલે ખુદ આરોગ્ય સચિવે 5-5 દિવસથી ધામા નાખ્યા છે. ત્યારે દર્દીઓની રિકવરીમાં મહત્વનો ભાગ ભજવતા ભોજન અંગે આટલી બેદરકારી છતાં જવાબદાર અધિકારીઓ ચૂપ શા માટે ? શું મહામારીમાં ગુણવત્તા ચકાસવાનો સમય બાબુઓ પાસે નથી ? કે પછી ગજવા પહેલેથી ભરાઈ ગયા હોવાને કારણે તેઓ તેના પર ધ્યાન નથી આપતા ? ઉપરાંત મોતની સંખ્યા વધવા પાછળ ગુણવત્તા વિનાનું ભોજન જ જવાબદાર નથી ને ? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જો કે હાલ જવાબદાર અધિકારીઓએ આ વીડિયો અંગે પોતાના મોઢા સીવી લીધા છે.
https://youtu.be/Su1dw9hZbhc
- સિવિલ હોસ્પિટલનાં રસોડાનો વિડીયો સામે આવ્યો છે.
- ગ્લોઝ, માસ્ક, પીપીઈ કીટ કે કોઈ એપરન પહેર્યા વિના તેઓ રસોઈ બનાવી રહ્યા છે.