ગોંડલનાં ભરૂડી ટોલ પ્લાઝા પર ટેક્સ ન ભરવા વાહન ચાલકે તલવાર કાઢી હતી
આઇસર ચાલકે ટોલ ભરવા મુદ્દે કર્મચારી સાથે રકઝક કરી
રાજકોટ. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભરુડી ટોલનાકા ખાતે એક આઈસર ચાલકે ટોલ ટેક્સ નહીં ભરવા તલવાર કાઢી હતી. તેમજ કર્મચારીઓને ધાક ધમકી આપીને ટોલ ભર્યા વિના નીકળી જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીનાં આધારે તાપસ શરૂ કરી છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક આઈસર ચાલક ટોલ ભરવા મુદ્દે કર્મચારી સાથે રકઝક કરે છે. બાદમાં અચાનક મોટી તલવાર કાઢીને ડરાવી રહ્યો છે. તેમજ ટોલ કર્મચારીની નજર સામે જ ટેક્ષ ભર્યા વિના ચાલ્યો જાય છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભરુડી ટોલનાકાનાં સુપરવાઇઝર રામકરણસિંઘ સેંઘલ ફરજ પર હતા. દરમિયાન રાજકોટથી ગોંડલ જતી સાઈડમાં આઇસર ગાડી નંબર GJ-23W 4075નાં ચાલકે ટોલ ટેક્સ નહીં ભરવા બાબતે ઝઘડો કરી અપશબ્દો શરૂ કર્યા હતા. અને બાદમાં આઇસર ગાડીમાંથી તલવાર કાઢી ધાક ધમકીઓ આપી સીન સપાટા કરી ત્યાંથી નિકળી ગયો હતો.
https://twitter.com/watchgujarat/status/1312394373066178566?s=21
હાલ પોલીસે આઇસર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અને ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. જો કે જામીન લાયક ગુનો હોઈ પોલીસે આરોપીને જામીન પર છોડવાની ફરજ પડી છે. પરંતુ આ ઘટનાને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ટોલનાકા પર અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે અહીં ખાસ બંદોબસ્ત મુકવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.
- ગોંડલનાં ભરૂડી ટોલ પ્લાઝા પર ટેક્સ ન ભરવા વાહન ચાલકે તલવાર કાઢી હતી
- આઇસર ચાલકે ટોલ ભરવા મુદ્દે કર્મચારી સાથે રકઝક કરી