• ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત 2098ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું
  • લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ ( LEADS-2021) માં ગુજરાતે માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાન મેળવ્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કમદ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા
  • દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા ઓનલાઇન સર્વે હાથ ધરીને આ LEADS ઈન્ડેક્ષ તૈયાર

WatchGujarat. ભારત આત્મનિર્ભર બનવા તરફ ધીરે ધીરે કદમ વધારી રહ્યું છે. જેમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. થોડા જ વર્ષોમાં ગુજરાત રાજ્યએ રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સિદ્ધી હાંસલ કરીને ગૌરવવંતી બન્યું છે. ત્યારે ગુજરાતની ગૌરવગાથામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. ગુજરાત હંમેશાથી દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે રહ્યું છે. ત્યારે ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. જેમાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ (LEADS-2021) માં ગુજરાતે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતની આ સતત ત્રીજા વર્ષની અગ્રેસરતા પ્રોત્સાહક અને આકર્ષણ રૂપ છે.

સતત ત્રીજી વખત હાંસલ કરી આ સિદ્ધિ

માલ-સામાનની સરળતાએ હેરફેરની કાર્યદક્ષતામાં દેશભરમાં ગુજરાતને સતત ત્રીજીવાર પ્રથમ સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે આ અગાઉ ર૦૧૮ અને ર૦૧૯માં જાહેર થયેલા LEADS ઇન્ડેક્ષમાં પણ ગુજરાતે પ્રથમ ક્રમ મેળવવાની સિદ્ધિ મેળવેલી છે. જે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશાના આ વધુ એક સફળ કદમ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. લિડસ-૨૦૨૧ ના ઇન્ડેક્ષના પેરામીટર્સમાં ર૧ ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર એટલે કે રોડ – રેલ નેટવર્કપોર્ટસ એન્ડ એરપોર્ટસવેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ તેમજ સર્વિસ પ્રોવાઇડર દ્વારા અપાતી સેવાઓમાં નિર્ધારિત સમયમર્યાદામાં ડીલીવરીએક સ્થળેથી બીજા સ્થળે માલ-સામાન પહોચાડવાની સરળતામાલ-સામાનની ટ્રેસેબિલીટીસિકયુરિટી અને ઓપરેટીંગ એન્ડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ તહેત કાયદો વ્યવસ્થાલેબર લોઝમંજૂરીઓમાં પારદર્શીતા જેવા કી ઇન્ડીકેટર્સનો સમાવેશ થાય છે.

કેવી રીતે તૈયાર થાય છે LEADS ઇન્ડેક્ષ

ભારત સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજીસ્ટીક્સ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાયો, મંતવ્યો મેળવવામાં આવે છે. આ સાથે તેના માટે ઓનલાઈન સર્વે પણ હાથ ધરાઈ છે. દેશમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા આ LEADS ઇન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના વ્યાપક સંક્રમણના સમયગાળા પણ આ વર્ષે આ ઇન્ડેક્ષમાં ગુજરાતે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખવાની ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત દેશના જી.ડી.પી.માં ૮ ટકાના યોગદાન સાથે અગ્રીમ ઔદ્યોગિક રાજ્ય છે. એટલું જ નહિએફ.ડી.આઇ મેળવવામાં તથા આઇ.ઇ.એમ મેળવવામાં પણ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. કોરોના મહામારીની સ્થિતીમાં ગ્લોબલ સપ્લાય ચેઇનમાં આવેલા બદલાવથી ગુજરાતમાં પોતાના વ્યવસાય કારોબાર કરવા આવી રહેલા ઉદ્યોગોને રાજ્યના આ રોબસ્ટ લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચરનો લાભ મેળવવામાં લિડસ-LEADS ઇન્ડેક્ષમાં ગુજરાતની આ સતત ત્રીજા વર્ષની અગ્રેસરતા પ્રોત્સાહક અને આકર્ષણ રૂપ બનશે. આ રેન્કીંગમાં ગુજરાત પછી હરિયાણા બીજા ક્રમે તેમજ પંજાબ ત્રીજા ક્રમે રહેલા રાજ્યો છે. જેની પાછળ નીચે મૂજબના કારણો જવાબદાર છે.

  • ગુજરાત ૧૬૦૦ કિ.મી લાંબો દરિયાકિનારો અને ૧ મેજર તથા ૪૮ નોન મેજર પોટર્સ ધરાવે છે.
  • દેશના ૪૦ ટકા એટલે કે ૫૧૪ મિલીયન મેટ્રિક ટન કાર્ગો એકલું ગુજરાત વહન કરે છે.
  • માર્ગો-રસ્તાઓનું છેવાડાના વિસ્તારો સુધીનું વિશાળ નેટવર્કહાઇ-વે પર માલ-સામાનની સરળતાએ અવર-જવર માટે ચેકપોસ્ટ નાબૂદી ઉપરાંત DMIC, DFC, અમદાવાદ ધોલેરા એકસપ્રેસ વે ગુજરાત પાસે આવેલો છે.
  • ૧૧ જેટલી જેટીનો વિકાસ અને ૭ જેટલા સૂચિત રેલ કનેક્ટિવીટી પ્રોજેકટ સાથે ગુજરાતે લોજીસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચરની સર્વગ્રાહી શૃંખલા વેલ્યુચેઇન ઊભી કરી છે.
  • રાજ્યની પ્રો-એકટીવ પોલીસીઝવેલ ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સર્વિસીસ ડ્રીવન બાય અ રિસ્પોન્સીવ ગવર્નમેન્ટની નીતિને સુસંગત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્કસ-ર૦ર૧ પોલીસી રાજ્યવ્યાપી લોજીસ્ટીકસ નેટવર્ક ઇકોસિસ્ટમને નવું બળ પુરૂં પાડે છે.
  • લોજીસ્ટીકસ સેવાઓની ગુણવત્તા વધારતી અને ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ઝોક આપતી ડ્રાફટ નેશનલ લોજીસ્ટીક પોલિસીના પ્રાવધાનોને સુસંગત ગુજરાતની આ પોલિસી બનાવવામાં આવી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud