• પાંચ વર્ષમાં ગુજરાતના જળમાર્ગો દ્વારા 120 મિલિયન ટનથી વધુ કાર્ગોનું પરિવહન
  • મહારાષ્ટ્રે વર્ષ 2016-17 થી અત્યાર સુધીમાં 178.59 મિલિયન ટન કાર્ગોનું પરિવહન કર્યું
  • દેશમાં વોટર વે ટ્રાન્સપોર્ટેશન માટે 111 જળમાર્ગો પૈકી નર્મદા નદીનો 73 અને તાપીનો 100 નો સમાવેશ
  • વર્ષ 2020-21 માં તાપી નદીમાંથી 25.6 મિલિયન મેટ્રિક ટન અને નર્મદા મારફતે માત્ર 82,311 મેટ્રિક ટન કાર્ગો પરિવહન

WatchGujarat. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા 120 મિલિયન ટનથી વધુ કાર્ગોનું પરિવહન કરવામાં આવ્યું છે. જે દેશમાં આંતરદેશીય જળ પરિવહન દ્વારા કુલ કાર્ગો હિલચાલના 34 % હિસ્સો છે. રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ 2016 હેઠળ ઓળખવામાં આવેલા 111 રાષ્ટ્રીય જળમાર્ગોમાંથી, 26 કાર્ગો અને મુસાફરોની અવરજવર માટે સક્ષમ જણાયા હતા. જેમાં નર્મદા નદી પરનો રાષ્ટ્રીય જળ માર્ગ 73 અને તાપી નદી પરનો રાષ્ટ્રીય જળ માર્ગ 100નો સમાવેશ થાય છે.

લોકસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, ગુજરાતમાં રાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા કાર્ગોની અવરજવર વર્ષ 2017-18 માં શરૂ થઈ હતી. જ્યારે 11.52 મિલિયન ટન કાર્ગોનું પરિવહન થયું હતું.  2020-21 માં કાર્ગો પરિવહન 25.72 મિલિયન ટન સુધી પહોંચ્યું હતું અને 28 ફેબ્રુઆરી 2022 સુધી, નાણાકીય વર્ષ 2021-22 માટે 26.68 મેટ્રિક ટન નોંધાયું હતું.

ગુજરાતમાં મોટાભાગની કાર્ગોની અવરજવર તાપી નદીમાંથી થઈ રહી છે.  વર્ષ 2020-21માં 25.72 મિલિયન મેટ્રિક ટન કાર્ગો પરિવહન કરવામાં આવ્યું હતું. તેમાંથી 25.6 મિલિયન મેટ્રિક ટન તાપી દ્વારા કરવામાં આવ્યું હતું અને માત્ર 82,311 મેટ્રિક ટન નર્મદા નદી મારફતે થયું હતું. એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં, તાપીએ 26.5 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું જ્યારે નર્મદાએ માત્ર 36,399 મેટ્રિક ટનનું સંચાલન કર્યું હતું.

જળમાર્ગો દ્વારા કાર્ગો હેન્ડલ કરવામાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. મહારાષ્ટ્રે વર્ષ 2016-17 થી 178.59 મિલિયન ટન કાર્ગોનું પરિવહન કર્યું છે. 2016 થી કાર્ગો પરિવહનની જાણ કરનાર અન્ય જળમાર્ગો ગોવા જળમાર્ગો, સુંદરબન જળમાર્ગો, ગંગા-ભાગીરથી-હુગલી નદી પ્રણાલી, બ્રહ્મપુત્રા નદી, કોટ્ટાપુરમ-કોલ્લમ-ચંપાકરા અને ઉદ્યોગમંડલ નહેરો (કેરળ) અને કૃષ્ણા નદી (આંધ્રપ્રદેશ) છે.  62 રાષ્ટ્રીય જળમાર્ગો પૈકી આર્થિક રીતે બિનઉપયોગી જણાયા હતા. રાષ્ટ્રીય જળમાર્ગ 48 કે જે કચ્છ નદી પ્રણાલીનો જવાઈ-લુની-રણ છે જે ગુજરાત અને રાજસ્થાનનો ભાગ છે અને મહી નદી પરનો રાષ્ટ્રીય જળમાર્ગ 66 છે.

Facebook Comments Box

Videos

Our Partners