• ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ મળશે
  • ગુજરાત યુનિવર્સિટીમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે
  • PGના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે

WatchGujarat. કોરોનાકાળમાં અનેક જગ્યાએ મોટા ફેરફાર છે તેમાંય ખાસ કરીને શિક્ષણક્ષેત્રે વાત કરીએ તો કોરોનાએ શિક્ષણ જગતની દિશા બદલી નાખી છે. ઓનલાઇન ક્લાસ,ઓનલાઇન પરિક્ષાઓ.સ્કૂલ કોલેજ બંધ હોવાથી ઘરે બેઠા શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની અનુકુળતાઓ વધી છે તેવો જ એક ઐતિહાસિક નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે.કોરોના શરુ થયા બાદ શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ઐતિહાસિક નિર્ણય લેતા પરીક્ષાની પદ્ધતિ બદલતા GU એ PGના વિદ્યાર્થીઓએ માટે રાહતની જાહેરાત કરી છે. PGના કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થી GU નક્કી કરેલા ધોરણ મુજબ પરીક્ષા આપી શકશે. તો સારી વાત એ છે કે તુરંત જ તેનું પરિણામ પણ મળશે.

આજે ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક ઐતિહાસિક કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અડધી રાત્રે પણ પરીક્ષા આપી શકશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં PGના કોર્ષમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પર પરીક્ષા લેવાશે. જેમાં PGના વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ઓનલાઇન પરીક્ષા આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીને ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવામાં આવશે. કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હોવાનો આ પહેલો નિર્ણય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓન ડિમાન્ડ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી પરીક્ષા આપી શકશે. જેમાં પરીક્ષા માટે કોઈ સમય સ્થાન નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને માત્ર ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. આ સાથે ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ તો રહેશે, પરંતુ ઓન ડિમાન્ડનો વિકલ્પ પણ આપવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud