બન્ટી-બબ્લીએ દિકરીના લગ્ન તુટવાની આરે હોવાનુ કહીં ચા વાળા પાસેથી ત્રણ દિવસ માટે રૂ. 5 લાખ ઉછીના માગ્યા
ચાની લારી ધરાવતા શખ્સે દુકાન વેચી હોવાથી તેની પાસે રૂ. 5 લાખ હોવા છતાં એક તબક્કે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
બન્ટી-બબ્લી ઘરે પહોંચી પોક મૂકીને રડતા જ્યંતિભાઇને ખૂબ દયા આવી અને વિશ્વાસમાં ભેરવાઇ ગયા
બન્ટી-બબ્લીએ રૂ. 5 લાખ તો લીધા તેની સાથે જ્યંતિભાઇની સોનાની ચેઇન અને વીટી પણ લગ્નમાં પહેરવાના બહાને લઇ ગયા
અને એક દિવસ ફોન આવ્યો કે, તેમ જેમણે રૂપિયા અને ઘરેણા આપ્યાં છે એ દંપતિને અમે પકડી લીધા છેઃ પોલીસ
વડોદરા. ભેજાબાજ અને ટગબાજોની નગરી બની ગયેલા વડોદરા શહેરમાં રોજે રોજ અવનાવ ઠગાઇના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે ગોત્રી વિસ્તારમાં ચાની લારી ઘરવાતી વ્યક્તિને પોતાની ભોળી વાતોમાં ભેરવી દઇ ઠગબાજ બન્ટી-બબ્લીએ રૂ. 5 લાખ રોકડા અને સોનાના ઘરેણા મળી રૂ. 6.40 લાખનો ચુનો ચોપડી રફુચક્કર થઇ ગયા હતા. જોકે આ મામલે ગોત્રી પોલીસે બન્ટી-બબ્લી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તે દિવસે શું બન્યું હતુ ?
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા જ્યંતિભાઇ મગનભાઇ સોલંકી ઘર નજીક ચાની લારી ધરાવે છે. ગત તા. 24 જૂલાઇના રોજ સવારે 8થી 9 વાગ્યાના અરસામાં એક દંપતિ જ્યંતિભાઇની લારી પર ચા પીવા માટે આવ્યું હતુ. જ્યાં તેમણે જ્યંતિભાઇ સાથે ખૂબ સારી અને ધાર્મિક વાતો કરી હતી. ત્યારબાદ આ દંપતિ ગત તા. 27 જૂલાઇન રોજ સવારે સાત વાગે ફરી તેમની લારી પર આવી રૂ. 500ની નોટનુ બંડલ ગણતા ફોન પર વાત કરી રહ્યું હતુ. દરમિયાન આ દંપતિએ એકાએક પોક મૂકી રડવાનુ શરૂ કરી દીધુ હતુ. જેથી માણસાઇની દ્રષ્ટીએ જ્યંતિભાઇએ તેમને પાણી પીવડાવી રડવાનુ કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. જેથી દંપતિએ એકની એક પુત્રીના લગ્ન રૂપિયાના કારણે તુટવાની આરે હોવાનુ જણાવતા જ્યંતિભાઇએ મદદ કરવાની તૈયારી દાખવી હતી.
ગત તા. 28 જૂલાઇના રોજ બન્ટી બબ્લી જ્યંતિભાઇના ઘરે પહોંચી ગયુ
ઠગબાજ દંપતિ 28 જૂલાઇના રોજ અંગત વાત કરવાના બહેન જ્યંતિભાઇના ઘરે પહોંચ્યું હતુ. જ્યાં તેમણે પોતાની પાસે 80 વીધા જમીન અને વડીલો પાર્જીત 500 ગ્રામ સોનાની કંઠી આપી પુત્રીના લગ્ન માટે અને સાસરી વાળાને બતાવવા માટે રૂ. 5 લાખ માગ્યા હતા. જેની અવેજીમાં બન્ટી-બબ્લીએ કંઠીનો એક ભાગ જ્યંતિભાઇને આપ્યો હતો. ત્યારબાદ તેઓ બીજા દિવસે ફરી જ્યંતિભાઇના ઘરે પહોંચી માત્ર ત્રણ દિવસ માટે રૂ. 5 લાખની માગતા તેઓએ ઇનકાર કર્યો હતો. જેથી બન્ટી-બબ્લીએ મગરમછના આંશુએ પોક મૂકી રડવાનુ શરૂ કરતા જ્યંતિભાઇને ખૂબ દયા આવી અને તેમણે રૂ. 5 લાખ (દુકાન વેચેલાના રૂપિયા) આપી દીધા હતા.
રૂ. 5 લાખ લીધા પછી પણ બન્ટી-બબ્લીનુ પેટના ભરાયુ
જ્યંતિભાઇને પોતાની વાતો ભેરવી દઇ બન્ટી-બબ્લીએ રૂ. 5 લાખ પડાવી લીધા હતા. જોકે જ્યંતિભાઇએ હાથમાં પહેરેલી સોનાની લકી, વીટી અને ચેઇન પર આ બન્ને ઠગબાજોની નજર હતી. જેથી ઘરમાંથી બહાર નિકળતા સમયે દિકરીના લગ્ન પ્રસંગમાં પહેરવા માટે તેમણે ઘરેણા માગતા કહ્યું અમે તમને વડીલો પાર્જીત સોનાની કંઠી આપેલી છે, જેની કિંમત 8થી 10 લાખા રૂપિયા છે, જેથી તમને બિલકુલ ચિંતા ના કરશો, આમ બન્ટી બબ્લી જ્યંતિભાઇના સોનાના ઘરેણા અને રૂ. 5 લાખ રોકડા લઇ રફુચક્કર થઇ ગયા હતા.
છેતરાયા હોવાની કંઇ રીતે ખબર પડી
બન્ટી-બબ્લીના વાયદા મૂજબનો સમય પુરો થઇ ગયો હતો. દરમિયાન 31 જૂલાઇના રોજ જ્યંતિભાઇને ફોન આવ્યો કે તમે જેમણે ઘરેણા અને રૂપિયા આપ્યાં છે, તે પતિ-પત્નીને અમે પકડ્યા છે અને ફોન કરનાર વ્યક્તિએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ જ્યંતિભાઇએ બન્ટી-બબ્લીએ આપેલા મોબાઇલ નંબર પર ફોન કરતા ફોન સ્વીચ ઓફ હોવાનુ જણાતા પોતે છેતરાયા હોવાની જાણ થતા સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.