• આ વર્ષે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન પહોંચ્યુ
  • શાકભાજીની આવક ન થતાં ભાવ વધારો ઝીંક્યો, પેટ્રોલ-ડીઝલ ઉપરાંત જીવન જરૂરી ચીજોના ભાવ પણ વધ્યા
  • ડુંગળીના ભાવ રૂા.10 વધી રૂા.40એ પહોંચ્યા છે, જીવન જરૂરી ચીજોના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

WatchGujarat. તાજેતરમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ પેટ્રોલ હાલ 100 રૂપિયાની પાર પહોંચ્યું છે. ત્યારે હવે શાકભાજી સહિત જીવ જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ વધતાં લોકો પણ મોંઘવારીની બેવડીમાર પડી છે. દિવાળી સુધીમાં પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવના પગલે પણ ખાદ્યતેલ, શાકભાજી, અનાજ સહિત જીવન જરૂરી વસ્તુઓના પણ ભાવ વધવાની સંભાવના છે.ત્યારે તહેવારોની સીઝનમાં જ ભાવ વધતા લોકોના ખિસ્સા પર ભાર પડ્યો છે. જ્યારે નાગરીકોના મતે તેઓ જેટલું કમાય છે, તેમાં કોઈ વધારો થયો નથી, પરંતુ બીજી તરફ મોંઘવારી કુદકે-ભુસકે વધી રહી છે.ત્યારે હવે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

આ વર્ષે તોક્તે, શાહિન, ગુલાબ જેવા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળ્યો હતો. ઋતુચક્રમાં ફેરફાર થતાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી હતી. અતિવૃષ્ટિના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું. જેથી શાકભાજીની ઓછી આવક થવાના કારણે ભાવ વધારો ઝીંકાયો છે. શાકભાજીના ભાવમાં એકાએક વધારો નોંધાયો છે. 10 રૂપિયે કિલો ડુંગળીનો ભાવ હાલ 40 થી 50 રૂપિયા થઈ ગયો છે. જેના કારણે સામાન્ય નાગરિકોના બજેટ ખોરવાયા છે.

વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. અધુરામાં પૂરૂ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા.100નો પાર થઈ ગયા બાદ બીજા રાજ્યોમાંથી આવક ન થતાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવતી શાકભાજીની આવક ન થતાં ડુંગળીના ભાવ રૂા.10 વધી રૂા.40 પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સૌથી વધુ ભાવે ફ્લાવર રૂા.70 થી 80એ વેચાઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં શાકભાજીની આવક ઘટી

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પેટ્રોલનો ભાવને 100 રૂ. પાર પહોંચ્યો છે. જેના કારણે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઘટી છે. આ અંગે શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ, વડોદરામાં મોટાભાગની શાકભાજી મહારાષ્ટ્રથી આવે છે. ચાલુ વર્ષે વરસાદ અને વાવાઝોડામાં ખેતીને નુકસાન પહોચ્યું છે. ખેતરો સાફ થઈ ગયાં છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા.100ની ઉપર પહોંચી ગયા છે. ત્યારે શાકભાજીની આવક માર્કેટમાં થઈ રહી નથી. જેના પગલે શાકભાજીના ભાવ પણ વધ્યા છે.

છુટક શાકભાજીના ભાવ

શાકભાજી       અગાઉના ભાવ          હાલના ભાવ

ડુંગળી          30 થી 35              40 થી 50

ટામેટાં          35 થી 40              55 થી 60

બટાકા          10 થી 15               20 થી 25

ફ્લાવર         60 થી 70              60 થી 70

કોબીજ         10 થી 20              20 થી 30

ભીંડા           25 થી 30              35 થી 40

દૂધી            15 થી 20              25 થી 30

લીંબુ           50                     50થી 60

મરચાં          10 થી 15               20 થી 30

આદું            25 થી 35              40 થી 50

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud