અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
આગ એટલી વિકરાળ હતી કે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો
આગની ઘટનામાં ત્રણ મજુરોના લાપતા હોવાનો આક્ષેપ પરિવારો દ્વારા કરવામાં આવ્યો
WatchGujarat.સુરતના પલસાણામાં આવેલી સૌમ્ય પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે 3 ગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં ત્રણ મજુરોના લાપતા હોવાનો આક્ષેપ પરિવારો દ્વારા કરવામાં આવ્યો છે
સુરતમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બને છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી.આ આગ મળસ્કે 3:30 અરસામાં લાગી હતી. મિલમાં યાન હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની આંશકા છે. બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે ધુમાડા દુર દુર સુધી દેખાઈ રહ્યા હતા આગના કારણે ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો
https://youtu.be/DWm5i9vwJJY
કંપનીમાં જ્યારે આગ લાગે ત્યારે મજૂરો નાઈટ શિપમાં કામ કરી રહ્યા હતા રાત્રે ત્રણ સાડા ત્રણ દરમિયાન કંપનીમાં આગ લાગી હતી આગની ઘટનામાં ચાર મજૂરો લાપતા હતા તેમાંથી એક મજૂરને દોરી વડે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો અને ત્રણ મજૂરો પોતે ફસાયેલા હોવાનું પોતાના પરિવારોને ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ ફસાયેલા પરિવારને મિલકત દોડી આવ્યા હતા.
ફસાયેલા એક મજૂર ના પરિવારના સભ્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે ત્રણથી સાડા ત્રણ ના અરસામાં કંપનીમાંથી ફોન આવ્યો હતો કે તમારી કંપનીમાં આગ લાગી છે અને અમે કંપની માં ફસાઈ ગયા છે ત્યારબાદ અમે કંપનીના મેનેજર ને ફોન કરીને આ વાતની જાણ કરી હતી મેનેજર દ્વારા અમને કહેવામાં આવ્યું હતું કે તેમને કહો દોરડું પકડીને નીચે ઉતરી આવે દરવાજા પાસે આગ લાગી છે. ત્યારબાદ પરિવારજનોએ ફરીથી ખોવાયેલા સભ્યોનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.હાલ કંપનીમાં કોલિંગ ની કામગીરી ચાલી રહી છે અને ગુમસુદા ત્રણ મજુરોની શોધખોળ ચાલી રહી છે
આ ઘટનામાં સુરત, બારડોલી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. હાલમાં આગ કાબુમાં આવી ગયી છે. પરંતુ કુલીંગનું કામ હજુ પણ યથાવત છે. મિલમાં મોટી સંખ્યામાં કામદારો હાજર હતા એ તમામ કામદારનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.પલસાણા પોલિસનો કાફલો પણ વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે 4 કિમી સુધી દૂરથી આગનો ધુમાડો દેખાય આવતો હતો.