ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ વિશે સાહિત્ય તથા લેખનજગતના ઘણા મહાનુભાવોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જેમાં આજે www.watchgujarat.com ના વાચકો માટે ખાસ કટારલેખક જય વસાવડાનું મંતવ્ય પ્રસ્તુત છે:

“યુવાન મિત્ર પરખ ભટ્ટની પત્રકાર તરીકે તો ઓળખ હતી જ, પણ આજે તેની નવલકથાકાર તરીકે નવી ઓળખ મળી છે. એક બાજુ ઇમેજિનેશન અને બીજી બાજુ ઇન્ફર્મેશનનો સમન્વય કરીને બંને લેખકમિત્રોએ આ કૃતિ તૈયાર કરી છે… આમ તો પાંચ ભાગમાં વહેંચાયેલી પાંચ કૃતિઓ તૈયાર કરી છે, એમ કહેવું યોગ્ય ગણાશે. આ પ્રકારનો કૉન્સેપ્ટ પાછલા બે દશકાથી દુનિયાભરમાં પ્રચલિત બન્યો છે, પરંતુ હું જેને ઓળખતો હોઉં અથવા જે મારી સામે મોટા થયા હોય, યુવાન હોય એવા મિત્રો આટલું સરસ કામ કરે એ મને બહુ ગમ્યું. ‘મૃત્યુંજય’ના નામે વાસ્તવમાં આ યુવાશક્તિનો જયજયકાર છે.

નવી પેઢીને રોચક લાગે તેવા ભારતીય સંસ્કૃતિના પુરાતન તત્વો અને અર્વાચીન કથાગૂંથણીના સંગમ સાથે લખાયેલી ‘મૃત્યુંજય’ નવલકથા ગુજરાતી ભાષામાં આત્મવિશ્વાસથી સભર પહેલ છે, જેને હું બિરદાવું છું.

કોઈ પણ પ્રકારનું સર્જન ક્યાંક ને ક્યાંક ગૂઢ રહસ્ય લઈને આવે છે, જેને કહેવાય છે: ફેક્ટર એક્સ! આ કોઈ મિકેનિકલ કે યાંત્રિક પ્રક્રિયા નથી. ખરેખર તો તે એક એવી પ્રક્રિયા છે, જેમાં ખુદ સર્જક ષષ્ટા સાથે અનુસંધાન અનુભવે છે. ‘મૃત્યુંજય’ ટીમનું આ અનુસંધાન વધુ ને વધુ બળવત્તર બને, તેજસ્વી બને અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ.”

જય વસાવડા

(લેખક અને વક્તા, રાજકોટ)

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud