ભાવિના પટેલે ચાઇનીઝ ખેલાડીને 3 – 2 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું
વડાપ્રધાન મોદીએ ભાવિનાને અભિનંદન પાઠવી ટ્વીટ કર્યો મહત્વનો સંદેશો
ભાવિના પટેલના પતિ પોતાની વાત રજુ કરતા કહે છે કે ઈચ્છા શક્તિ જ સાચી શક્તિ છે
[caption id="attachment_1388014" align="aligncenter" width="640"] Tokyo Paralympics 2021 : Paddler Bhavina Patel enters final[/caption]
WatchGujarat. હાલમાં ચાલી રહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો પ્રથમ મેડલ કન્ફર્મ થયો છે. આ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઘણા ખેલાડીઓએ સ્પર્ધામાં સારી એવી સફળતા મેળવી છે. જયારે વાત કરીયે ભાવિના પટેલની તો તેને એક નિષ્ફળતામાંથી શીખીને સફળતાનો ઝંડો લહેરાવ્યો છે. જેમાં પેરાઓલિમ્પિક્સમાં છવાયેલી ભાવિના પટેલે પોતાની સ્પર્ધાનું સારું એવું પ્રદર્શન બતાવીને લોકોના મનમાં ગર્વની લાગણી છલકાતી કરી દીધી છે. ટેબલ ટેનિસ ની ક્લાસ 4 ઇવેન્ટની ફાઇનલ બનાવ્યા બાદ ભારતની ભાવિના પટેલ ઓછામાં ઓછા સિલ્વર મેડલ જીતવાની દાવેદાર બની છે. જેમાં હવે લોકોના મનમાં ભાવિના પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની આશા રાખી દીધી છે.
https://twitter.com/narendramodi/status/1431511762998726663?s=20
વધુમાં જણાવતા પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં, ટેબલ ટેનિસની રમતમાં આ પ્રથમ વખત છે જ્યારે દેશ મેડલ જીતવા જઈ રહ્યો છે. જેમાં આ ખેલાડી પ્રથમ પેરાલિમ્પિક્સ રમી રહી છે જે આપણા ભારતનું સવ્પ્ન પૂર્ણ કરશે. ભાવિનાએ ટેબલ ટેનિસમાં પોતાનો પાયો સ્થિર કરી દીધો છે અને સફળતા મેળવી રહી છે. સાથે વાત કરીયે તો ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.અને ગોલ્ડ મેડલ મેચ માટે એક સંદેશ પણ છોડ્યો.
વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે “અભિનંદન ભાવિના પટેલ.સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે સાથે તમે અદભૂત રમ્યા છો અને હવે અમે બધા તમારી આવતીકાલ માટે ઉત્સાહી છીએ. તમારે ફક્ત તમારું શ્રેષ્ઠ આપવું પડશે. તમારી સફળતા દેશને પ્રેરણા આપશે.
ભાવિના પટેલે પ્રથમ પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો છે. જેમાં ભાવિના એ ચાઇનીઝ ખેલાડીને 3 – 2 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આ પ્રથમ પેરાલિમ્પિક્સ છે, છતાં 34 વર્ષીય ભાવિના પર કોઈ દબાણ નથી. તે ફાઇનલ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. તેણીએ કહ્યું કે, તે પોતાનું શ્રેષ્ઠ આપશે અને જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જે રીતે ભાવિના રમી રહી છે. તેને જોઈને લાગે છે કે તે પેરાલિમ્પિક્સ ચેમ્પિયન બની શકે છે.
વધુ માહિતી જણાવતા ભાવિનાના પતિ પોતાની વાત રજુ કરતા કહે છે કે ઈચ્છા શક્તિ જ સાચી શક્તિ છે. અને તે જ મોટી તાકાત છે જેના કારણે તે પોતાના વિરોધીઓને હરાવી રહી હોય તેવું લાગે છે. આ સાથે ભાવિના એ પોતાની મજબૂત રમતથી વર્લ્ડ નંબર 3 જેવા તમામ વિરોધીઓને હરાવ્યા છે. ભાવિનાએ મેળવેલ સિદ્ધિએ આજે મહેસાણા સહિત ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જેને લઇને સિંધિયા વાસીઓ અને તેના પરિવારમાં ખુશી છવાઈ છે.