• દ્વારકાના ઓખા બેટ વચ્ચે ચાલતી બોટ બંધ
  • હવામાન ખરાબ હોવાને કારણે બોટ સર્વિસ બંધ કરવાની ફરજ પડી
  • કેટલાક શ્રદ્ધાળુને પાછા ફરવાનો વારો આવ્યો

WatchGujarat.ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટ બંધ કરવાની ફરજ પડી હતી જેથી શ્રદ્ધાળુઓને નિરાશ થવાનો વારો આવ્યો હતો કારણ કે અહીં દરરોજ દૂર-દુરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઓખા તેમજ બેટદ્વારકા વચ્ચે 4.5 કિલોમિટરનો અરબી સમુદ્ર છે અને સમુદ્રને પેલે પાર શ્ર્દ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે.દરરોજ ના કેટકેટલા શ્રદ્ધાળુઓ દર્શન અર્થે જતા હોય છે.પરંતુ આ બોટ સેવા બંધ હોવાના કારણે દુરથી આવેલા યાત્રાળુઓ નિરાશ થઇ ગયા હતા અને નિરાશ થઈને ત્યાંથી જ પાછા ફરવાનો વારો આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આ બોટ બંધ કરવાનું મુખ્ય કારણ ખરાબ હવામાન હતુ. ખરાબ હવામાન દરમ્યાન જો લોકો બોટમાં બેસીને મુસાફરી કરે તો તેમના પર ખતરો રહેવાની શક્યતા છે માટે તાત્કાલિક જ બોટ સેવા બંધ કરીને યાત્રાળુઓને પાછા મોકલવામાં આવ્યા હતા.હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ વાતાવરણમાં ફેરફાર થઇ શકે તેમ છે માટે જો વાતાવરણમાં બદલાવ આવે અને ખતરાની બહાર થાય તો ફરીથી ફેરી બોટ શરુ કરી દેવામાં આવશે અને લોકો સરળતાથી બોટમાં બેસીને મુસાફરી કરી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બોટ ચાલતી હોય છે કારણ કે બેટ દ્વારકા દરિયાને પેલે પાર છે માટે લોકોને ત્યાં જવા માટે બોટમાં બેસીને જવું પડે છે.પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે બોટ સેવા બંધ કરતા લોકોને હાલાંકી પડી હતી.

Facebook Comments Box

Videos

Our Partners