• કોઇ પણ પ્રકારની બુથ કેપ્ટરીંગની ઘટના કે બોગસ વોટીંગની ફરિયાદ ઓફિશિયલી આવી નથીઃ લીંબડી ચુંટણી અધિકારી
  • કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ લીંબડીના ગેડી ગામમાં ભાજપ દ્વારા બોગસ મતદાનની કરી હતી ફરિયાદ

લીંબડી. ગુજરાત વિધાનસભામાં આજે 8 બેઠકો પર પેટા ચુંટણીનો જંગ ચાલી રહ્યો છે. બપોર સુધીમાં કુલ 51.29 ટકા જ મતદાન થયું છે. જેમાં લીંબડી બેઠક પર 4 વાગ્યા સુધી 53.61 ટકા જ મતદાન થયું છે. પણ અહીં બપોરથી કોંગ્રેસ દ્વારા ભાજપ બોગસ મતદાન કરવાને લઇને ફરિયાદ કરી હતી. જેમાં લીંબડી વિધાનસભા બેઠકના નાયબ ચુંટણી અધિકારીઓ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે આવી કોઇ પણ ફરિયાદ ઓફિશિયલી અમારી પાસે આવી નથી.

જાણો શું કહ્યું લીંબડીના નાયબ ચુંટણી અધિકારીએ

લીંબડી વિધાનસભા સીટના નાયબ ચુંટણી અધિકારીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, કોઇ પણ પ્રકારની બુથ કેપ્ટરીંગની ઘટના કે બોગસ વોટીંગની ફરિયાદ ઓફિશિયલી મારી પાસે આવી નથી. જેટલી પણ આજના દિવસમાં ફરિયાદ આવી છે તે તમામ ફરિયાદને પ્રિસાઇડિંગ ઓફિસરે ત્વરીત પગલા લીધા હતા. વોટીગં બુથ પાસે પક્ષના એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. જેથી પ્રિસાઇડિંગ ઓફિસરે ડિસિપ્લીન જળવાઇ રહે તે માટે તમામને બુથના સ્થળ પરથી બહાર કાઠ્યા હતા. પણ ત્યાર બાદ જો બંને પક્ષો-ટીમો વચ્ચે જો તકલીફ થઇ હોય તો તે કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેને ઇલેક્શન સાથે લેવા દેવા નથી. અમે જેતે રજુઆતને લેખીતમાં ફરિયાદ કરવા જણાવ્યું છે. લેખીતમાં ફરિયાદ આવ્યા બાદ પુરતી તપાસ હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ ભાજપ દ્વારા બોગસ મતદાનની કરી હતી ફરિયાદ

મહત્વનું છે કે આજે સવારથી 8 બેઠકો પર પેટાચુંટણી માટે મતદારો મતદાન કરવામાં ઉત્સાહ દેખાડી રહ્યા છે. ત્યારે લીંબડીના ગેડી ગામમાં ભારતીય જનતા પાર્ટી બોગસ મતદાન કરવાને છે તેવી ફરિયાદ કોંગ્રેસના સ્થાનીક કાર્યકરો દ્વારા ફરિયાદ ડેપ્યુટી કલેક્ટર અને પ્રિસાઈડિંગ ઓફિસરને કરવામાં આવી હતી. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે 1 મતદાર 5 થી વધુ મત આપી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud