વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી
જો માસ્ક ન પહેર્યું તો ભરવો પડશે દંડ
ચાર દરવાજા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
watchguujarat. રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે છેલ્લા 8 દિવસથી વધતાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. સતત ત્રીજીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 6097 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં જ 24 ટકા ઘટ્યા છે, ગઈકાલે 2567 કેસ હતા. જ્યારે સુરતમાં 1778 કેસ સામે આવ્યા છે. ગઈકાલે 1661 કેસ હતા, જ્યારે રાજ્યમાં 1539 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.આ વચ્ચે સરકાર અને તંત્ર સતત કામે લાગ્યું છે. સરકાર દ્વારા ઉત્તરાયણ પર ખાસ ગાઇડલાઇનનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરમાં હોમ આઇસોલેશનમાં સારવાર લેતા લોકોની સંખ્યા 1502 પર પહોંચી ગઇ છે. શહેરમાં સંખ્યાબંધ પરિવારો એવા છે જેમાં બે કે તેથી વધુ સભ્યો સંક્રમિત થયા છે અને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે બીજી તરફ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રસ્તા પરથી પસાર થતાં નાગરિકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી માસ્ક પહેરવા માટે સૂચના અપાઇ રહી છે. જે અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે નાગરિક માસ્ક વિના અથવા તો કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતાં જણાઇ તેના વિરુધ દંડ વસૂલી કાર્યવાહી કરાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં માસ્ક પ્રત્યે જાગૃતતા આવે તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની સારી કામગીરી કરી રહી છે. પ્રજાએ પણ આ કામગીરીમાં સાથે આપીને પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.