• શહેર આસપાસ આવેલા જળાશયોમાં કેટલીક વખત લોકોએ જીવન ટુકાવ્યાની ઘટના પણ સામે આવે છે
  • તાજેતરમાં મહિસાગર નદી પર આવેલા વાસદ ઓવરબ્રિજ પરથી એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ ઝંપલાવ્યું
  • આજરોજ હાલોલમાં જીવન ટુંકાવવાની ઘટના સામે આવી છે
  • આજે સવારે 9 – 30 કલાકની આસપાસ કંજરી ગામના એક 20 વર્ષિય યુવકે નર્મદા કેનાલમાં કુદી પડ્યો – પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ

WatchGujarat. શહેર નજીક આવેલા જળાશયો હવે લોકો માટે જીવન ટુંકાવવાના માધ્યમો બની રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં શહેર નજીક મહિસાગર નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી યુવાને જીવનની અંતિમ છલાંગ લગાવી હતી. આને આજરોજ હાલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકે છલાંગ લગાવવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસ અને ફાયલના લાશ્કરોએ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક ફાયર સ્ટેશન પાસે જરૂરી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વડોદરા ફાયર સ્ટેશનના જવાનો રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયા હતા.

વડોદરા નજીક નદી અને કેનાલ બંને આવેલા છે. નદી અને કેનાલ લોકોને જરૂરિયાતનું પાણી પુરૂ પાડે છે. તો આ જ જળાશયોમાં કેટલીક વખત લોકોએ જીવન ટુકાવ્યાની ઘટના પણ સામે આવે છે. તાજેતરમાં મહિસાગર નદી પર આવેલા વાસદ ઓવરબ્રિજ પરથી એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ ઝંપલાવ્યું હતું. અને ત્યાર બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને હજી અઠવાડિયા જેટલો સમય વિત્યો હશે ત્યાં તો હાલોલમાં જીવન ટુંકાવવાની ઘટના સામે આવી છે. જે જોતાં એવું લાગે છે કે, જળાશયોમાં જીવન ટુંકાવવાની ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલા લેવા જોઇએ.

હાલોલની ઘટના અંગે પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહે વાત કરતા જણાવ્યું કે, આજે સવારે 9 – 30 કલાકની આસપાસ કંજરી ગામના એક 20 વર્ષિય યુવકે નર્મદા કેનાલમાં કુદી પડ્યો હતો. આ અંગે તેની પાછળથી આવતા યુવકે નજરે જોયું હતું. પાછળથી આવતા યુવકે આ અંગેની જાણ કરતા જ પોલીસ અને ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કુદનાર યુવાનની ભાળ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા.

સુત્રના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક ફાયર સ્ટેશન પાસે પાણીમાં જઇને રેસ્ક્યૂ કરવા માટેના પુરતા સાધનો ન હોવાના કારણે આ કામગીરીમાં વડોદરા ફાયર બ્રિગેડ જોડાયું છે. હાલ યુવકની ભાળ મેળવવાની કામગીરી સ્થળ પર ચાલી રહી છે. તો બીજી તરફ યુવકે કેમ આ પગલું ભર્યું તે અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. વધુ તપાસ બાદ આ મામલે સ્પષ્ટતા થશે તેવું હાલ જણાઇ રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud