ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો
ડેઝીએ તેના કેરિયરની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટેંટ તરીકે કરી, “ઓ જાના” અને “લગન લગી” જેવા ગીતમાં બેક સ્ટેજ ડાંસર તરીકે જોવા મળી
સાચી ઓળખ મળી ફિલ્મ “જય હો” થી, સલમાન ખાનની અપોઝિટ ડેઝીને કામ કરવાની તક મળી
હાલમાં જ અર્બન ગુજરાતી ફિલ્મ “ગુજરાત 11” માં જોવા મળી હતી
WatchGujarat. આજે અભિનેત્રી ડેઝી શાહનો જન્મ દિવસ (Happy Birthday, Daisy Shah) છે. ડેઝી શાહનું નામ આજે બોલીવુડની અભિનેત્રીઓમાં સામેલ છે. તેઓ એવી અભિનેત્રી બની છે કે જેમણે સુપર સ્ટાર સલમાન ખાન સાથે ડેબ્યુ કરવાની તક મળી. આટલું જ નહીં પરંતુ તેમની પહેલી જ ફિલ્મ હિટ થઈ. ડેઝી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ “જય હો” થી ડેબ્યુ કરી ખૂબ નામના મેળવી છે. આજે તેઓ કરોડોની સંપત્તિ ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો તેમને પોતાના કેરિયરની શરૂઆત એક બેગ્રાઉન્ડ ડાંસર તરીકે કરી હતી.
પોતાની કારકિર્દીમાં સફળ થવા માટે દરેકે ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકો ડેઝી શાહને સલમાન ખાનની ફિલ્મ જય હો માં જોયા બાદ તેના વિશે જાણતાં થયાં હશે. પરંતુ આ પહેલા એક સમય હતો જ્યારે તે ફિલ્મોમાં બેક સ્ટેજ ડાંસર તરીકે જોવા મળી હતી. ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા કપડાની મિલમાં કામ કરતા હતા. ડેઝીએ પોતાનો શરૂઆતનો અભ્યાસ મુંબઈથી જ કર્યો હતો, તે મિસ ડોમ્બિવલી તરીકે પણ પસંદગી પામી હતી. ડેઝીએ તેના કેરિયરની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટેંટ તરીકે કરી હતી.
જય હો ઉપરાંત ડેઝી શાહ વર્ષ 2003માં સલમાન ખાનના ગીત “ઓ જાના” અને “લગન લગી”માં બેક સ્ટેજ ડાન્સર તરીકે જોવા મળી હતી. આ પછી અભિનેત્રી એ મોડેલિંગ શરૂ કર્યું. માત્ર 20 વર્ષની ઉંમરે તે ફિલ્મ “હમકો દિવાના કર ગયે” માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું શરૂ કર્યું. વર્ષ 2011માં કન્નડ ફિલ્મ “ભદ્રા”માં ડેઝી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમના અભિનય માટે લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ ડેઝીને સાચી ઓળખ તો ફિલ્મ “જય હો” થી જ મળી. આ ફિલ્મમાં તેને સલમાન ખાનની અપોઝિટ કામ કરવાની તક મળી હતી. ફિલ્મમાં તેમની જોડી ખૂબ પસંદ કરવામાં આવી અને તેમના કામની પણ ખૂબ પ્રશંસા થઈ.
આ મુકામ સુધી પહોંચવા માટે ડેઝીને ખૂબ મહેનત કરવી પડી છે. જોકે તે બાદ ડેઝીને “હેટ સ્ટોરી 3” અને “રેસ 3” માં પણ કામ કરવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મો બાદ ડેઝી શાહની નેટવર્કની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક વેબસાઈટ અનુસાર, ડેઝી શાહની કુલ સંપત્તિ 185 કરોડ રૂપિયા છે. જે તેણે મોડેલિંગ, જાહેરાત અને ફિલ્મોમાં કામ કરીને કમાવી છે. ડેઝી એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા લે છે. ડેઝી શાહ કુર્લા, મુંબઈમાં 3BHK ફ્લેટ ધરાવે છે. ડેઝી શાહ પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે, આ કાર તેને સલમાન ખાને ભેટમાં આપી છે. તેની કિંમત 90 લાખ રૂપિયા છે. એક રેન્જ રોવર કાર પણ છે જેની કિંમત 70 લાખ છે. વર્ષ 2019માં ડેઝી શાહ ગુજરાતની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ “ગુજરાત 11” માં મુખ્ય કિરદારમાં જોવા મળી હતી. જેમાં તેમના કામને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
#HappyBirthday #DaisyShah
- ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો
- ડેઝીએ તેના કેરિયરની શરૂઆત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના આસિસ્ટેંટ તરીકે કરી, “ઓ જાના” અને “લગન લગી” જેવા ગીતમાં બેક સ્ટેજ ડાંસર તરીકે જોવા મળી
- સાચી ઓળખ મળી ફિલ્મ “જય હો” થી, સલમાન ખાનની અપોઝિટ ડેઝીને કામ કરવાની તક મળી
- હાલમાં જ અર્બન ગુજરાતી ફિલ્મ “ગુજરાત 11” માં જોવા મળી હતી