• શહેરમાં છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં ૫ કેસ નોંધાયા
  • શરદી- ઉંધરસ અને ઝાડા-ઉંલટીના 450થી વધુ કેસ સામે આવ્યા
  • છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના 347 કેસ નોંધાયા
  • રાજકોટ શહેરમાં રોગચાળો ફેલાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

WatchGujarat. શહેરમાં છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં ૫ કેસ નોંધાયા છે. જયારે શરદી- ઉંધરસ અને ઝાડા-ઉંલટીના 450થી વધુ તેમજ ડોગ બાઇટના 347 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. 27 ડિસેમ્બરથી તા. 2 જાન્યુઆરી સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત મુજબ મચ્છર જન્ય રોગચાળાના કેસમાં ડેન્ગ્યુના 2 તથા મેલેરિયાના 1 તથા ચિકનગુનિયાના 2 કુલ 5 કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના 433, મેલેરિયાના 59 તથા ચિકનગુનિયાના 42 કેસ નોંધાયા છે. અને 347 ડોગબાઇટના કેસ સામે આવ્યા છે. છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના 347 કેસ નોંધાતા આ બાબત ચિતાજનક બની છે.

શરદી-તાવનાં 550થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. 27 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી દરમિયાન શરદી-ઉંધરસના કેસ 359 તેમજ સામાન્ય તાવના 20 અને ઝાડા ઉંલ્ટીના કેસ 58 સહિત કુલ 450થી વધુ દર્દીઓ નોંધાયા હતા. આ રોગચાળા દ્વારા ઉંભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ 15,164 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1686 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉંત્પતિ દેખાતા 854 લોકોને નોટીસ આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud