મકાઈએ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે. જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે તેના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને સેકીને અથવા બાફીને ખાવાની રીત પણ ખુબ પ્રચલી છે. અને જ્યારે ચોમાસાનો મોસમ આવે ત્યારે મકાઈના ડોડાને ખાવાની માજા જ કઈ અલગ હોઈ છે.
રસ્તાના કિનારે સેકાતા મકાઈની સુગંધ તમને તેની તરફ ખેંચી જાય છે અને તેને ખરીદવા પર મજબુર કરી દે છે, બાદ તમે તેની ઉપર લીંબુ, મીઠું અને મરચું પાવડર ઉમેરીને ખાવાનું ખુબ જ પસંદ કરો છો. જો કોઈ પણ વસ્તુ છે જે ખરેખર ભારતીય ચોમાસાના આનંદને સાર્થક કરે છે, તો તે મકાઈ છે.
મકાઈના ઉપયોગો
મકાઈને સામાન્ય રીતે સેકી,બાફી અને તેના દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવીને ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને સેકી અથવા બાફીને ખાવાની રીત સૌથી પ્રચલિત છે. મકાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખુબ ફાય્દાર્રાક હોય છે. વરસાદની સીઝનમાં મકાઈનું વેચાણ સૌથી વધારે જોવા મળે છે. વરસાદની સિઝનમાં બહાર નીકળીને ભીંજાતા મકાઈને ખાનની એક અલગ માજા છે. વરસાદ મકાઈ ફક્ત સ્વાદ માટે જ નહિ, આરોગ્ય માટે પણ લાભદાયી છે. અમે તમને જણાવીશુ કે મકાઈ ખાવાના બીજા ક્યાં ફાયદા છે.

વજન વધતું નથી
સામાન્ય રીતે મકાઈ ને શેકવામાં આવે છે અથવા બાફવામાં આવે છે જેથી તમારે તેને દરરોજ ખાવી હોય તો પણ વજન વધવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને માઇક્રોવેવ અથવા નાની ભઠ્ઠીમાં પણ શેકી શકો છો.

પોષક તત્વોથી ભરપુર હોય છે
મકાઈ માં પોષણ મૂલ્ય વધારે હોય છે, મકાઈમાં લગભગ 125-150 કેલરી હોય છે અને તે ફાઇબરથી ભરપુર હોય છે, જે તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેમાં બાયફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે.

કેલ્શિયમથી ભરપુર હોય છે મકાઈ
મકાઈમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જેનાથી આપણા શરીરના હાડકા ખુબ મજબૂત બને છે. મકાઈ ખાવાથી શરીરની અંદર રહેલી ઉર્જામાં પણ ભરપૂર માત્રામાં વધારો જોવા મળે છે. મહિલાઓ માટે મકાઈ ખુબજ લાભકારક છે કેમ કે મહિલાઓમાં તેના માસિકના કારણે કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે જેમાં મકાઈ ખુબ જ ફાયદાકારક છે.

મકાઈના રેસાના પણ લાભ છે
મકાઈ ખાતી વખતે અથવા તેને બાફતી વખતે અને શેકતા સમયે આપણે મકાઈના ડોડાના રેસા એટલે કે વાળને અલગ કરીને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે મકાઈના રેસાના પણ લાભ છે. મકાઈના રેસાને પાણીમાં બાફીને તે પાણી પીવાથી ઘણા લાભ થાય છે, જેમ કે મેદસ્વીતા ઘટવી, કીડની સ્વસ્થ થવી, કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ નિયંત્રણમાં આવવું વગેરે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud