શરીરની ચરબી ઓછી કરવા માટે ડાયટિંગ કરવા કે ભૂખ્યા રેહવાની જરૂર નથી હેલ્થ શોટ્સના મત મુજબ મોટાભાગના લોકો વજન ઓછું કરવા માટે ખોરાક ઓછો લેવાની સલાહ આપે છે.પરંતુ જયારે યોગ્ય કોમ્બિનેશનનો ખોરાક લેવામાં આવે તો વજન ઘટાડી શકાય છે.

તો આજે અમે તમારી માટે લઈને આવ્યા છે શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરતા 5 ફૂડ કોમ્બિનેશન ,ચાલો તો જાણી લઈએ વજન ઓછું કરવા માટે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું.

વજન ઓછું કરવા માટે પણ કેલેરીની જરૂર

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનના મત મુજબ ખોરાકમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ રાખવામાં આવે તો વજન ઓછું કરવામાં સરળતા રહેશે. પાચનતંત્ર માટે ફાઇબર જરૂરી છે, જ્યારે પ્રોટીન ઊર્જા આપે છે. ફાયબર અને પ્રોટીનને એક સાથે લેવામાં આવે તો ઓવરઇટીંગથી બચી શકાય છે.

ઓમલેટ સાથે ગ્રીન ટી

ઈંડાને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવાય છે. તેમાં પ્રોટીન અને જરૂરી વિટામીન હોય છે. ઈંડાના સફેદ ભાગને હટાવીને તેની આમલેટ બનાવો અને તેની સાથે ગ્રીન ટી પીવી જોઈએ. તેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે.

દૂધ સાથે ઓટ્સ

ઓટ્સમાં ફાઇબર અને પ્રોટીન વધુ હોય છે, જ્યારે કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં રોગપ્રતિકારક શક્તિથી લઈ હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક બીટા ગ્લુકન ફાયબર પણ મળે છે. જેથી દરરોજ નાસ્તામાં દૂધ સાથે તેનું સેવન કરવું જોઈએ.

દહીં અને કેળા

કેળામાં રહેલું ભરપુર ફાયબર પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને અન્ય પોષકતત્વો ધરાવતું દહીં વજન ઘટાડવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. દહીં ખાવાથી તમારું પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે.

મૂસલી અને નટ્સ

મૂસલીમાં હાઈ ફાઇબર હોય છે. ખાંડ અને કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જેથી તે વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. તે પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. જો તેમાં નટ્સ ભેળવીને ખાવામાં આવે તો શરીરને પ્રોટિન, એન્ટી ઓક્સીડેન્ટ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ યોગ્ય પ્રમાણમાં મળી શકે છે.

આલ્મન્ડ બદામનું બટર અને ઘઉંની બ્રેડ

આલ્મન્ડ બટરમાં ઊંચા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. બીજી તરફ ઘઉંની બ્રેડમાં હાઈ ફાઈબર હોય છે. જેને વજન ઘટાડવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. સવારના નાસ્તામાં આલ્મન્ડ બટર અને ઘઉંની બ્રેડનું કોમ્બિનેશન શ્રેષ્ઠ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud