ઘણા લોકો ચાયનીઝ ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે અને ક્યારેક ચાયનીઝ ખાવાનુ નામ આવતાની સાથે જ ઘણા લોકોના મોમાં પાણી આવી જાય છે.તો આજે અમે તમારી માટે લઇ આવ્યા છે એક મન્ચુરિયન રેસિપી જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે તમે મન્ચુરિયનમાં આયર સુધી અનેક વેરાયટી ટ્રાઈ કરી હશે પરંતુ શું તમે ક્યારેય બ્રેડ મન્ચુરિયન બનાવ્યું છે તો એવો જોઈએ કેવી રીતે બનાવાય

સામગ્રી

6 નંગ – વધેલી સેન્ડવિચ બ્રેડ

1 નંગ – ડુંગળી(સ્લાઇસ કરેલી)

1 નંગ – કેપ્સિકમ

1 નંગ – ગાજર (લાંબા ટૂકડામાં સમારેલ)

2 નંગ – લીલા મરચા

1 ચમચી – લસણ

1 ચમચી – લાલ મરચું

2 મોટી ચમચી – ટોમેટો સોસ

2 ચમચી – રેડ ચીલી સોસ

1 ચમચી – સોયા સોસ

સ્વાદાનુસાર – મીઠુ

2 ચમચી – તેલ

1/2 ચમચી – તુલસીના પાન

1/2 ચમચી – આજીનો મોટો

1 ચમચી – વિનેગર

બનાવવાની રીત

-સૌ પ્રથમ બ્રેડને નાના ટૂકડમાં કટ કરી લો.

-હવે ધીમી આંચમાં એક નોનસ્ટિક પેન રાખો અને તેમા બ્રેડને રોસ્ટ કરી નીકાળી લો આ પેનમાં તેલ ઉમેરીને મધ્યમ તાપ પર ગરમ થવા રાખો.

– જ્યારે તેલ ગરમ થાય તો તેમા લસણ ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

-હવે તેમા ડુંગળી, ગાજર, લીલા મરચા ઉમેરીને સાંતળી લો.

-હવે તેમા ચીલી સોસ, સોયા સોસ, લાલ મરચુ પાવડર, મીઠું અને આજીનોમોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

-હવે તેમા કેપ્સિકમ અને વિનેગર ઉમેરીને રહેલવા દો. 2 મિનિટ બાદ તેમા બ્રેડના ટૂકડા અને તુલસીના પાન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

– તેને 1-3 મિનિટ રહેવા દો. તે પછી આંચ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરો.. કોથમીર કે લીલી ડુંગળીથી તેને ગાર્નિશ કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud