ચાટનું નામ સાંભળીને તમારા મોમાં પાણી આવી જતું હશે અત્યાર સુધી તમે ઘણા પ્રકારના ચાટ ટ્રાય હશે પરંતુ આજે અમે તમારી માટે એક બંગાળી વાનગી બટેકા અને ચણાનો ચાટ લઇને આવ્યા છે.જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો.આ વાનગી તમે કીટી પાર્ટી, હાઉસ પાર્ટી વગરે  જેવી જગ્યાએ બનાવી શકો છો.તે સિવાય તમે પીકનીક જાવ તો પણ બાળકો માટે આ વાનગી બનાવી શકો છો. જે બનાવવામાં ખુબ સહેલી અને ખાવામાં પૌષ્ટિક હોય છે. તો ચાલો જાણી લઈએ કેવી રીતે બટેટા- ચણાની ચાટ.

સામગ્રી

2 નંગ – બાફેલા બટેટા

1/2 નંગ – ડુંગળી

1 ચમચી – લીંબુનો રસ

1 ચમચી – સમારેલી કોથમીર

1 નંગ – સમારેલુ ટામેટું

1 નંગ – લીલા મરચા

1 કપ – દેશી કાળા ચણા

1 ચમચી – ચાટ મસાલો

1 ચમચી – સરસિયુ

1 ચમચી – કાચા સીંગદાણા

સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ આ ચાટને બનાવવા માટે મીડિયમ આંચ પર એક પેન ગરમ કરો તેમા પાણી અને મીઠું ઉમેરો.આ મીઠાના પાણીને ઉકાળી લો અને તેમા કાળા ચણા ઉમેરો. આ ગરમ પાણીમાં ચણા પલાળીને અલગ રાખી દો. હવે એક પેનમાં કાચી મગફળીને સરસિયાના તેલમાં ધીમી આંચ પર રોસ્ટ કરી લો. આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ડુંગળી, ટામેટા, લીલા મરચા અને કોથમીર ઉમેરી લો. હવે એક બાઉલમાં બાફેલા ચણા લો. તેમા બાકીની દરેક સામગદ્રી ઉમેરી લો અને તેને મિક્સ કરી લો. હવે લીંબુનો રસ ઉમેરો. ત્યાર પછી બાફેલા બટેટાને નાના કટ કરીને તેમા ઉમેરો. હવે તેમા ચણાનું મિશ્રણ ઉમેરી લો. હવે ઉપરથી ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે બંગાળી સ્ટાઇલમાં બટેટા ચણાની ચાટ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud