• હાલ લોકસભા અને રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે
  • ગતરોજ દેશના ગૃહમંત્રી અને રાજ્યના પુર્વ ગૃહમંત્રી અમિત શાહ આમ આદમી પાર્ટીને સંબોધીને કંઇ કહી રહ્યા હોવાનો વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે
  • અમિત શાહે પોતાની વાતની રજૂઆત દરમિયાન ગાયકવાડની હવેલીનો ઉલ્લેખ કર્યો

WatchGujarat. ગતરોજ દેશના ગૃહમંત્ર અને રાજ્યના પુર્વ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેઓના ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં તેઓ રાજ્ય સભામાં સંબોધન કરે છે. જેમાં કોઇ વાતની સમજાવટ માટે બરોડા (વડોદરા) નો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે. જો કે કેટલાકનું માનવું છે કે ગૃહમંત્રીએ રાજ્યસભામાં રજૂ કરેલી કહેવત અને હકીકતે પ્રચલિત કહેવતમાં નજીવો ફેરફાર છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ લોકસભા અને રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં દેશના મહત્વના વિવિધ મુદ્દે સવાલ જવાબ ચાલી રહ્યા છે. તેવામાં ગતરોજ દેશના ગૃહમંત્રી અને રાજ્યના પુર્વ ગૃહમંત્રી અમિત શાહ આમ આદમી પાર્ટીને સંબોધીને કંઇ કહી રહ્યા હતા. જેનો વિડીયો તેઓના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

તેમાં અમિત શાહ જણાવે છે કે, હમારે ગુજરાતમેં કહાવત હૈ, હવેલી લેતા વડોદરૂ ખોયું, એક ગાયકવાડ કી હવેલી થી અમદાવાદ મેં વો લેને કે લીયે ગાયકવાડ સરકાર આયે ઓર બરોડા હી છીન ગયા થા. અગર આપ જો સત્ય નહિ હૈ વો બતાતે રહેંગે. તો માન્યવર એમસીડી લેતે લેતે આપકી સરકાર કહીં ના ચલી જાયે ઇસકી ચિંતા કરના. ગૃહમંત્રીના સંબોધનને કારણે આસપાસના સાંસદ બેચ થપથપાવીને તેઓની સરાહના કરતા જોવા મળી રહ્યા છે.

જો કે, જે કહેવત અમિત શાહે કહી અને હકીકતમાં જે કહેવત છે તેમાં ફેરફાર હોવાનું જાણકારોનું માનવું છે. હિસ્ટ્રી વિશે જાણકારી આપતા એક ટ્વીટર એકાઉન્ટ મુજબ, કહેવત કંઇક “હાથ મા દંડો, બગલ મા મોઈ, હવેલી લેતા ગુજરાત ખોઈ” હોવાનું જણાવી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners