WatchGujarat. તમને નામ જોઈને નવાઈ લાગશે પરંતુ આ પશ્ચિમ બંગાળનું ફેમસ સ્ટ્રીટ ફૂડ જાલ મુરી છે. મમરા, ડુંગળી અને મરચા સહીત સરળતાથી બનતો આ નાસ્તો ખુબજ ઓછા સમય માં બની જાય છે. જો તમારે ઘરે ગેસ્ટ આવવાના હોય અથવા તો બાળકોને હળવો  નાસ્તો આપવો હોય તો તમે આ જાલ મુરી બનાવી શકો છો. તો પશ્ચિમ બંગાળના આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે નીચે પ્રમાણે છે.

સામગ્રી

1 કપ મમરા

1 નંગ બાફેલા અને જીણા સમારેલા બટાકા

1 ટુકડો જીણું સમારેલું આદુ

4 નંગ જીણા સમારેલા તીખા લીલા મરચા

2 ટે. સ્પૂન સેવ

સ્વાદાનુંસાર મીઠું

1 નંગ બારીક સમારેલી ડુંગળી

1 નંગ બારીક સમારેલું ટામેટું

1 નંગ બારીક સમારેલી કાકડી

2 ટી સ્પૂન કાટી સીંગ

4 ટે. સ્પૂન સરસવ તેલ

2 ટે. સ્પૂન બારીક સમારેલી કોથમીર

સ્ટેપ 1

જાલ મુરી બનાવવા માટે, એક મોટો બાઉલ લો. તેમાં મમરા, સમારેલા ટામેટા, સમારેલા બટાકા, સમારેલી ડુંગળી, સમારેલું આદુ, સમારેલી કાકડી, સમારેલી લીલા મરચા, કાચી સીંગ તેમજ સેવ ઉમેરીને ચમચીની મદદથી હળવા હાથે મિક્સ કરી લો.

સ્ટેપ 2

જ્યારે બધું મિક્સ થઈ જાય એટલે તેમાં મીઠું અને સરસવ તેલ ઉમેરીને ફરીથી મિક્સ કરી લો. તો તૈયાર છે જાલ મુરી. હવે તેને દેશી ટચ આપવા માટે પેપરમાંથી બનેલા કોનમાં લઈને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. પેપર કોન ન હોય તો તમે પ્લેટમાં પણ સર્વ કરી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud