કેવડિયા SOU પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી અમિતશાહ હાજર રહ્યા હતા
જે બાદ ગૃહમંત્રીએ એકદમ જ પત્ની સાથે જંગલ સફારીની મુલાકાત લેવાનું મન બનાવતા સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓ દોડતા થયા
તુરંત પ્રોટોકોલ મુજબ બંદોબસ્ત મૂકી ઇ-કારમાં મહિલા ડ્રાઇવરે હોમ મિનિસ્ટર અને તેમના પત્નીને SOU જંગલ સફારીની શેર કરાવી હતી
જ્યાં તેઓએ વિદેશી અને ભારતીય પશુ-પક્ષીઓને નિહાળી તેમની જાણકારી પણ મેળવી હતી
WatchGujarat. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સરદાર પટેલને અંજલિ અને એકતા પરેડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓ તેઓના નિયત આણંદ ખાતેના આગળના કાર્યક્રમને લઇ બંદોબસ્ત અને વ્યવસ્થામાં તહેનાત હતા.
જોકે ગૃહમંત્રી અમિત શાહે તેમના હોમ મિનિસ્ટર એટલે કે પત્ની સાથે અચાનક જંગલ સફારીની સફરનો મૂડ બનાવ્યો હતો. જેથી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી અને તેના માર્ગ પર બંદોબસ્ત ગોઠવવા અને વ્યવસ્થા કરવા માટે સુરક્ષા કર્મીઓ અને પોલીસ અધિકારીઓ સહિત જવાનોમાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલિક હોમ મિનિસ્ટર અને તેમના પત્ની સોનલ શાહની જંગલ સફારીની મુલાકાત માટે તમામ બંદોબસ્ત પ્રોટોકોલ મુજબ ગોઠવી અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી.
https://youtu.be/MN-V4807sRA
અમિત શાહે ઇ-કારમાં પત્ની સાથે જંગલ સફારીની સફર માણી હતી. ઇ-કારમાં ગૃહમંત્રી અને તેમના પત્નીને બેસાડી મહિલા ડ્રાઇવરે કેવડિયા SOU જંગલ સફારીની સફરને મન ભરીને માણી હતી. વિશ્વના સૌથી ઝડપી વિકસાવેલા જંગલ સફારીમાં આપણાં હોમ મિનિસ્ટર અને તેમના હોમ મિનિસ્ટર એવા ધર્મપત્નીએ વિદેશી અને ઇન્ડિયન બર્ડ એવીયરી, બ્લેક પેંથર, સફેદ ટાઇગર, મંગલ (ગેંડો), મકાઉ સહિતના પશુઓ અને પ્રાણીઓને નિહાળી જરૂરી જાણકારી પણ ગાઈડ તરફથી મેળવી હતી.
- કેવડિયા SOU પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી અમિતશાહ હાજર રહ્યા હતા
- જે બાદ ગૃહમંત્રીએ એકદમ જ પત્ની સાથે જંગલ સફારીની મુલાકાત લેવાનું મન બનાવતા સુરક્ષા કર્મીઓ અને અધિકારીઓ દોડતા થયા
- તુરંત પ્રોટોકોલ મુજબ બંદોબસ્ત મૂકી ઇ-કારમાં મહિલા ડ્રાઇવરે હોમ મિનિસ્ટર અને તેમના પત્નીને SOU જંગલ સફારીની શેર કરાવી હતી
- જ્યાં તેઓએ વિદેશી અને ભારતીય પશુ-પક્ષીઓને નિહાળી તેમની જાણકારી પણ મેળવી હતી