• ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકના પરિજનોને મળવા પહોંચ્યા
  • રાણપુર અને ધંધૂકામાં ચાંપતો પોલીસ-બંદોબસ્ત
  • ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાની ચર્ચા
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી હતી

WatchGujarat.અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાથી ચકચાર મચી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકના પરિજનોને મળવા પહોંચ્યા છે. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા છે. હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયા અને VHPના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ પહોંચ્યા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે. આ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેનાં હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે ધંધુકા કેસમાં થયેલ હત્યા મામલે આજરોજ મૃતક યુવકના પરિજનો સાથે ભારે હૈયે મુલાકાત લઈ, તટસ્થ ન્યાય માટે સાંત્વના પાઠવી. 20 દિવસની દીકરીના પિતાને ટૂંક સમયમાં ઉચિત ન્યાય આપવા માટે સમગ્ર પોલીસ તંત્ર સતત કાર્યરત છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે. બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કર્યો છે. હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે. આરોપીને જલદી પકડીને જેલને હવાલે કરવામાં આવશે. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધૂકામાં ચુસ્ત પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધૂકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધૂકામાં મૂકવામાં આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners