• પાટણના એક ગામમાં લગ્ન દરમિયાન ઘોડો નાસી જવાનો વિડીયો સમગ્ર રાજ્યમાં વાયરલ થયો છે.
  • ચાલુ વરઘોડામાં જાનૈયાઓ સંગીતની ધુને ડાન્સ કરી રહ્યા હતા
  • ઘોડાને ડાન્સ કરાવવા માટે ખાટલા પર ચઢાવ્યા બાદ તે નાસી છુટ્યો
  • ઘોડો ભાગવાને કારણે પરિવારજનોના શ્વાસ તાળવે ચોંટ્યા

WatchGujarat. કોરોના કાળ માંડ શાંત પડ્યો છે. અને હવે લગ્નમાં ધીરે ધીરે પહેલા જેવો માહોલ માંડ જામી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાના એક ગામમાં હાસ્યાસ્પદ બનાવ સામે આવ્યો છે. વરઘોડામાં વરરાજા ઘોડા પર બેઠા હતા. અને આસપાસ લોકો ડાન્સ કરી રહ્યા હતા. દરમિયાન પકડી રાખેલો ઘોડો અચાનક વરરાજાને લઇને નાસી છુટ્યો હતો. જેને લઇને ઘોડાના રખેવાળ તેની પાછળ દોડ્યા હતા. વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.

પ્રાથમિક વિગતો અનુસાર,  પાટણના રોડા ગામમાં વરરાજાનો વરઘોડો નિકળ્યો હતો. વરરાજા ઘોડા પર સવાર હતા. અને જાનૈયાઓ સંગીતના તાલે ડાન્સ કરી રહ્યા હતા. દરમિયાન તાનમાં આવેલા લોકોએ ઘોડાને ખાટલા પર ઉભી કરીને નચાવવામાં આવી હતી. જો ક, ત્યાર બાદ ઘોડો રોષે ભરાયો હોવાનું ધ્યાને આવતા તમામ લોકોએ તેને પકડી રાખ્યો હતો. પકડ ઢીલી થતા જ ઘોડો વરરાજાને લઇને ભાગી છુટ્યો હતો. આ દ્રશ્યો વરઘોડામાં હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. હાલ આ વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.

વરરાજાને લઇને ઘોડો નાસતા રખેવાડ સહિત અન્ય લોકોએ તેની પાછળ દોટ મુકી હતી. જો કે, થોડુક અંતર કાપ્યા બાદ ઘોડાએ વરરાજાને નીચે પાડી દીધો હતો. અને ત્યાર બાદ વાઇરલ વિડીયો પતી જાય છે. વિડીયો વાઇરલ થવાને કારણે લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud