• ક્રાઈમ બ્રાંચની તપાસમાં મોટો ખુલાસો, હોટશોટ્સ પર બિઝનેસ ચલાવવા પાછળ આ હતી રાજ કુંદ્રાની મોડસ ઓપરેન્ડી
  •  ફેબ્રુઆરી 2019માં આર્મ્સ પ્રાઈમ મીડિયા લિમિટેડ નામની એક કંપની બનાવી તેને હોટ શોટ્સ નામની એપ્લિકેશનને ડેવલપ કરી
  • રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મોના બિઝનેસને ચલાવવા માટે 3 વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા હતા

તાજેતરમાં પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસારા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા બેન્ક એકાઉન્ટમાં રોજ લાખો રૂપિયાના વ્યવહારને લઈને રાજ કુંદ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં રાજ કુંદ્રાએ જણાવ્યું છે કે, ફેબ્રુઆરી 2019માં તેણે આર્મ્સ પ્રાઈમ મીડિયા લિમિટેડ નામની એક કંપની બનાવી હતી. જેના દ્વારા તેને હોટશોટ્સ (HotShot) નામની એપ્લિકેશનને ડેવલપ કરી હતી. આ એપ્લિકેશનને તેમને કેનરિંન નામની કંપનીને 25 હજાર ડોલરમાં વેચી દીધી હતી.

આ રીતે પોર્નફિલ્મોનો બિઝનેસ ચલાવતો હતો રાજ કુંદ્રા

આ મામલે મળતી વિગતો અનુસાર આ હોટશોટ્સ એપની મેઈન્ટેનન્સ માટે રાજ કુંદ્રાની કંપની વિહાને કેનરિંન કંપની પાસેથી કરાર કર્યો હતો. જેના માટે વિહાન કંપનીના 13 બેન્ક એકાઉન્ટમાં લાખો રૂપિયાના વ્યવહાર થતા હતા. ક્રાઈમ બ્રાંચના સુત્રોના જણાવ્યા પ્રમાણે મુજબ હોટશોટ્સ પર સબસ્ક્રાઈબર દ્વારા થતી મોટી કમાણીની રકમને મેઈનટેનન્સના નામ પર ટ્રાન્ઝેક્શન બતાવવી મોડ્સ ઓપરેન્ડી હતી.

તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાએ હોટશોટ્સની પોર્ન ફિલ્મોને પાયરેસીથી બચાવવા માટે કોપી રાઈટ્સની એક લીગલ ટીમ પણ તૈયાર કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા મળતી વિગતો મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મોના બિઝનેસને ચલાવવા માટે 3 વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યા હતા. જેમાં પોર્ન ફિલ્મોના બિઝનેસને લઈને તમામ વાતચીત થતી હતી.

પોર્ન ફિલ્મોનો બિઝનેસ ચલાવવા માટે બનાવ્યા હતા આ ત્રણ ગૃપ

પ્રથમ ગ્રુપ : HS Account – આ ગૃપમાં રાજ કુંદ્રા પોતે હોટશોટ્સ એપના કન્ટેન્ટ, સબસ્ક્રાઈબર, પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન અને પોર્ન બિઝનેસના પ્રોફિટથી જોડાયેલા કામો વિશે ધ્યાન આપતો હતો.

બીજું ગ્રુપ : HS Operation – જેમાં કયા પ્રકારના પોર્નની જરૂર છે, કેવી રીતે શુટ કરવું, કલાકાર કોણ છે, તેમનું પેમેન્ટ, પોર્ન ફિલ્મના એડિટ, વગેરે અંગે ચર્ચા થતી હતી. તેમજ આ ગૃપમાં ફાઈનલ કનટેન્ટ અને ફાઈનલ પ્રિન્ટની સાથે યુકે બેસ્ડ કેનરિન કંપનીને એફટીપી અથવા લિંક મોકલવાનું કામ પણ થતું હતું.

ત્રીજુ ગ્રુપ : HS Take Down – આ ગ્રુપનું કામ પોર્ન ફિલ્મોની કોપીરાઈટ અને પાયરેસીનું મોનિટરિંગ રાખવાનું હતું. હોટશોટ્સ એપ પર જે પોર્ન ફિલ્મો મુકવામાં આવી, તે ફિલ્મો કોઈ અન્ય પોર્ન વેબસાઈટ અથવા પોર્ટલ અથવા એપ્લિકેશને મુકી છે તો તેની જાણકારી કેનરિન કંપનીને આપવામાં આવતી હતી. સાથે તે વેબસાઈટને નોટિસ મોકલવાનું અને કન્ટેન્ટ બ્લોકની સાથે જ તેની પર કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી, તે વેબસાઈટ પાસેથી પૈસાની માંગણી પણ કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રણે વોટ્સએપ ગ્રુપના એડમિન અને ઓપરેશનલ હેડ રાજ કુંદ્રા જ હતા.

ઉલ્લેખનીય છે કે ધરપકડ બાદ રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે આ અશ્લીલ ફિલ્મોને રિલીઝ કરવા માટે HotShot એપ્લિકેશન પણ બનાવી હતી. જેના ઉપયોગથી તેઓ લોકો સુધી પોર્ન ફિલ્મો પહોંચાડ્તા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud