WatchGujarat. આ વખતે ભારતના ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. અને ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં ભારતનું સ્થાન 48માં ક્રમે આવે છે.પરંતુ શું તમે જાણો છો કે ઓલિમ્પિકમાં ખેલાડીઓએ ખુબ જ તૈયારીઓ કરવી પડતી હોય છે. અને ઘણા કડક નિયમો તેમના પર લાદી દેવામાં આવતા હોય છે. જેના લીધે તેની અસર ખેલાડીઓના સ્વાસ્થ્ય અને ડાયટ પર થતી હોય છે. તેમના મનગમતા ખોરાક પણ છોડી દેતા હોય છે.તો ચાલો જાણીયે ઓલિમ્પિકમાં મેળવેલ પ્રથમ ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપડાએ કરેલી વાતો.

ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપડા એ ભાલા ફેંકની ફાઇનલના મુકાબલામાં 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.નીરજ ચોપડા ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ બની ગયો છે.તેમજ નીરજે ઓલિમ્પિક્સમાં ભારતનો 100 વર્ષનો મેડલ દુકાળ પણ પૂરો કર્યો છે.એક એવો પણ સમય હતો કે જયારે નીરજ ચોપરાનું વજન વધારે હતું અને તેણે વજન ઉતારીને અને ફિટનેસ જાળવીને ભાલા ફેંકમાં સફળતા મેળવી છે.નીરજ ચોપડા એકદમ શિસ્તબદ્ધ જીવન જીવે છે. જિમ જવા સિવાય નીરજ પોતાના ઘરની સીડીઓ અને રૂમમાં કસરત કરે છે.6 ફૂટની હાઈટ પ્રમાણે તેનું શરીર પરફેક્ટ શેપમાં છે. સ્ટેમિના વધારવા માટે નીરજ ચોપરા રનિંગ કરે છે અને ખભાને મજબૂત રાખવાની કસરત ખાસ કરે છે. કારણકે ભાલા ફેંકમાં ખભા પર વધુ જોર પડતા તે મજબૂત રાખવા ખુબ જરૂરી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે 11-12 વર્ષની ઉંમરમાં નીરજ ચોપડાનું વજન 80 કિલો હતું. અને પોતાનું ગોળમટોળ શરીરને લીધે નીરજ જયારે ઝભ્ભો પહેરીને ગામ માં નીકળતો ત્યારે બાળકો તેને ‘સરપંચ’ કહીને ખીજવતા હતા. હરિયાણામાં મોટો થયેલો નીરજ બાળપણથી જ દૂધ અને ઘીનો શોખીન છે.પરંતુ, વજન વધતા જ ઘરના લોકોએ તેને મેદાનમાં મોકલી દીધો હતો. તેથી તે ફિટનેસ માટે પાનીપતના શિવાજી સ્ટેડિયમે પહોંચ્યો હતો.મેદાનમાં મોટા છોકરાઓને ભાલો ફેકતા જોઈને તેના મનમાં પણ ગેમ માટે ઈચ્છા જાગી. તેથી તેણે પોતાની ફિટનેસ સુધારીને ભાલા ફેંકમાં હાથ અજમાવ્યો હતો અને સિનિયર્સને તેની તાકાત અને પ્રતિભા પસંદ આવી હતી.

આપણે સૌ જાણીયે છે કે ગોલ્ડ મેડલ લાવવો એ સહેલી બાબત નથી પરંતુ તે મેળવવા માટે પણ કેટલીક મહેનત અને યોગ્ય ખોરાંકની પણ આવશ્યકતા હોય છે યો ચાલો જાણીયે ઈન્ટરવ્યુમાં નીરજે કહેલી બાબતો.

 2018માં કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન રહેલા નીરજે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,તેને પાણીપુરી ખુબ જ ભાવે છે તેના મતે ક્યારેક પાણીપુરી ખાવાથી કોઈ નુકસાન થતું નથી. પાણીપુરીમાં વધુ ભાગ પાણીનો હોય છે જેથી તમારું પેટ જલ્દીધી ભરાઈ જાય છે. પાપડી (પુરી) મોટી હોય છે પરંતુ તેમાં લોટનું પ્રમાણ ઓછું હોય છે. પાણીપુરી ખાવાથી તમારા શરીરમાં વધુ પાણી જ જાય છે તેમ ટોક્યો ઓલિમ્પિકના ભારતના એકમાત્ર ગોલ્ડ વિનરે જણાવ્યું હતું.

 નીરજે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે દરરોજ પાણીપુરી ખાવાની વાત નથી કરી રહ્યો. પરંતુ કોઈ-કોઈ વખત ખાવાથી ખેલાડીની ફિટનેસ પર તેની આડઅસર પડતી નથી. પાણીપુરી ઉપરાંત નીરજ ક્યારેક તેની માતાના હાથે બનેલું ચૂરમું ખાવા માટે પોતાના ચુસ્ત ડાયેટ સાથએ બાંધછોડ કરી લે છે. નીરજની માતાએ જણાવ્યું હતુ કે તે હવે નીરજની ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે અને તે નીરજને તેનું પસંદગીનું ચૂરમું ખવડાવશે.નીરજની બહેને જણાવ્યું કે તેના ભાઈને મીઠાઈ ખુબ જ પસંદ છે અને ઓલિમ્પિકના છ મહિના પૂર્વે જ નીરજે મીઠાઈ ખાવાનું બંધ કરી દીધું હતું.

વધુ માહિતીને સાથે તમને નીરજ ચોપડાનું ડાયટ પ્લાન જણાવી દઈએ કે નીરજ ચોપરા મેચના દિવસે માત્ર સલાડ અને ફળો ખાવાનું પસંદ કરે છે. તે દરરોજ બ્રેકફાસ્ટમાં બ્રાઉન બ્રેડ અને ઈંડા ખાવાનું પસંદ કરે છે. ભૂખ લાગે ત્યારે તાજો જ્યૂસ પીવાનું પસંદ કરે છે. આ સિવાય તેના ડાયટમાં સાલમન ફિશ પણ સામેલ છે.  વધુમાં નીરજે જણાવતા કહ્યું હતું કે અમે ખેડૂત છીએ, પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી નથી. પણ હવે રાહતની વાત એ છે કે હું મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ અને પરિવારને આર્થિક મદદ પણ કરીશ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud