આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે જ્યા બધું કામ મોટા ભાગે ફોન દ્વારા પતિ જતું હોય છે.અને ઘણી એડવાન્સ ટેક્નોલોજીના કારણે આપણે પૈસાની લેવડદેવડ ફોન પર જ કરી લેતા હોઈએ છે. ત્યારે આજે આપણે બધા ઓછામાં ઓછું એક યુપીઆઈ આધારિત ફોન વાપરતા હોઈએ છીએ.પણ આપ સૌએ ક્યારે એ વિચાર્યું છે કે જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ત્યારે તમે ચુકવણી એપ્લિકેશન્સનું શું કરશો ?ભારતમાં ,પેટીએમ ,ગુગલ પે ,ફોન પે,અને અન્ય જેવી યુનિફાઇડ પેમેન્ટ્સ (યુપીઆઈ) સેવાઓ એક આવશ્યક જરૂરિયાત બની ગઈ છે.

આજે આપ સૌ જાણી લો કે જ્યારે તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કે ચોરાઈ ગયો હોય ત્યારે આપ ચુકવણી એપ્લિકેશનના દુરુપયોગ ને કેવી રીતના અટકાવી શકો છો.

-પેટીએમ ,ગુગલ પે વગેરે જેવી એપ્લિકેશનને કેવી રીતે અવરોધિત કરવું તે અંગેનું એક પગલું-દર-પગલું માર્ગદર્શિકા અહીંયા છે.

પેટીએમ એકાઉન્ટ ને કઈ રીતે બ્લોક કરવું?

– પેટીએમ પેમેન્ટ્સ બેન્ક હેલ્પલાઇન નંબર પર કોલ કરો 01204456456.

– લોસ્ટ ફોન ના વિકલ્પ ને પસન્દ કરો.

– હવે બીજા નંબર ને એન્ટર કરવા ના વિકલ્પ ને પસન્દ કરો અને તમારા ખોવાય ગયેલા નંબર ને એન્ટર કરો.

– હવે બધા જ ડીવાઈસ માંથી લોગ આઉટ થવા ના વિકલ્પ ને પસન્દ કરો.

– હવે પેટીએમ ની વેબસાઈટ પર જય અને નીચે ની તરફ આપેલા 24×7 હેલ્પ ના વિકલ્પ ને પસન્દ કરો.

– ત્યાર પછી રિપોર્ટ એ ફ્રોડ ના વિકલ્પ ને પસન્દ કરી અને કોઈ પણ કેટેગરી ને પસન્દ કરો.

– ત્યાર પછી કોઈ પણ ઇસ્યુ પર ક્લિક કરી અને મેસેજ અસ ના બટન પર ક્લિક કરો.

– હવે તમારે એકાઉન્ટ ઓવનરશીપ માટે એક પ્રુફ આપવું પડશે કે જે, પેટીએમ એકાઉન્ટ ટ્રાન્સેક્શન ની સાથે નું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નું સ્ટેટમેન્ટ હોઈ શકે છે, અથવા પેટીએમ એકાઉન્ટ ટ્રાન્સેક્શન ના કન્ફ્રોમેશન ઇમેઇલ અથવા એસએમએસ, અથવા ફોન નંબર ઓવનરશીપ અથવા તમારા ખોવાય ગયેલા અથવા ચોરી થયેલા ફોન ની પોલીસ ફરિયાદ.

– ત્યાર પછી પેટીએમ દ્વારા વેલિડિટી કરી અને તમારા એકાઉન્ટ ને બ્લોક કરી દેવા માં આવશે. અને ત્યાર પછી તેમને એક કન્ફોર્મેશન મેસેજ આપવા માં આવશે.

ગુગલ પે એકાઉન્ટ ને કઈ રીતે બ્લોક કરવું?

– ગુગલ પે યુઝર્સ 18004190157 આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે અને ત્યાર પછી તમારે તમારી ભાષા પસન્દ કરવા ની રહેશે.

– ત્યાર પછી બીજા બધા ઇસ્યુ માટે સાચા વિકલ્પ ને પસન્દ કરો.

– ત્યાર પછી એક સ્પેશ્યાલીસ્ટ ની સાથે વાત કરવા ના વિકલ્પ ને પસન્દ કરો જે તમને તમારા ગુગલ પે એકાઉન્ટ ને બ્લોક કરવા માં મદદ કરશે.

– અને એન્ડ્રોઇડ યુઝર્સ તેમના આખા ફોન ને રીમોટ્લી ડીલીટ કરી શકે છે જેથી કોઈ તેમના ગુગલ એકાઉન્ટ સુધી જ પહોંચી ના શકે.

– આઇઓએસ યુઝર્સ પણ તેમના બધા જ ડેટા ને એન્ડ્રોઇડ યુઝર્સ ની જેમ જ રીમોટ્લી ડીલીટ કરી શકે છે.

ફોન પે એકાઉન્ટ ને કઈ રીતે બ્લોક કરવું?

– ફોન પે યુઝર્સ 08068727374 અથવા 02268727374. નંબર પર કોલ કરી શકે છે.

– તમારી ભાષા પસન્દ કર્યા પછી તમને પૂછવા માં આવશે કે શું તમારા ફોન પે એકાઉન્ટ ની સાથે કોઈ સમસ્યા છે જેની માટે તમારે સાચા નંબર ને પ્રેસ કરવા નો રહેશે.

– ત્યાર પછી તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને એન્ટર કરવા નો રહેશે પછી કન્ફોર્મેશન માટે તમને એક ઓટીપી મોકલવા માં આવશે.

– ત્યાર પછી ઓટીપી નથી મળ્યો તેના વિકલ્પ ને પસન્દ કરો.

– ત્યાર પછી તમને લોસ ઓફ સિમ અથવા ડીવાઈસ નો વિકલ્પ આપવા માં આવશે તેને પસન્દ કરો.

– ત્યાર પછી તમને ફોન પે ના રીપ્રેસેન્ટેટીવ ની સાથે જોડવા માં આવશે કે જે તમને તમારું એકાઉન્ટ બ્લોક કરવા માં મદદ કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud