WatchGujarat. કર્મચારી ભવિષ્ય નિધિ હંમેશા રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે બચત અને રોકાણનો ઉત્તમ સ્ત્રોત રહ્યો છે. પ્રોવિડન્ટ ફંડ (Provident Fund) માં રોકાણ કરવાથી એક તરફ વધુ સારા વ્યાજ દરનો લાભ મળે છે, તો બીજી તરફ ટેક્સમાંથી બચત પણ થાય છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે EPF ખાતું ખોલતી વખતે અથવા તેનું ફોર્મ ભરતી વખતે કેટલીક ભૂલો થાય છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ખાતાધારકોને EPF નાણાંનો દાવો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

EPF એકાઉન્ટને લગતી આવી ભૂલો અને સમસ્યાઓને દૂર કરવા માટે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી છે. EPFO ની ઓનલાઇન પ્રક્રિયા હેઠળ, તમે તમારા EPF એકાઉન્ટમાં નામ, જન્મ તારીખ અને અન્ય સુધારા પણ કરી શકો છો.

2014 માં UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની રજૂઆતથી, EPF સંબંધિત ઘણી પ્રક્રિયાઓ સરળ બની છે. UAN એક 12 અંકનો યુનિક કોડ છે, જે ગ્રાહકોના PF ખાતાને લિંક કરે છે, અને તેને ઓનલાઈન મેનેજ કરવામાં મદદ કરે છે.

ચાલો જાણીએ ઑનલાઇન રીતે EPF એકાઉન્ટમાં સુધારાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે

EPF એકાઉન્ટ સુધારણા સંબંધિત પ્રક્રિયા માટે, સૌ પ્રથમ તમારે તમારું UAN સક્રિય કરવું પડશે, તેમજ માન્ય આધાર કાર્ડ હોવું જરૂરી છે. PF એકાઉન્ટ અપડેટ કરવાની પ્રક્રિયા બે સ્તરોમાં પૂર્ણ થાય છે, પ્રથમ કર્મચારી સ્તરે અને બીજું એમ્પ્લોયર સ્તરે.

સૌથી પહેલા તમારે EPFO ની ઓફિશિયલ વેબસાઇટ http://www.epfindia.gov.in પર જઈને લોગીન કરવું પડશે. તે પછી, મેનેજ વિકલ્પ પર ક્લિક કરીને, તમારે મૂળભૂત વિગતો સુધારવાનાં વિકલ્પ પર જવું પડશે, જ્યાં તમારે આધાર નંબર ભરવો પડશે. તે પછી તમારે તમારું નામ, લિંગ, જન્મ તારીખ અને અન્ય વિગતો ભરવાની રહેશે. બધી માહિતી ભરતી વખતે, ખાતરી કરો કે તમારી બધી માહિતી આધાર કાર્ડ સાથે મેળ ખાતી હોય.

માહિતી ભર્યા પછી, તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે. એકવાર વિનંતી સબમિટ કર્યા પછી, તે એમ્પ્લોયર દ્વારા ચકાસવામાં આવે છે, ચકાસણી વિનંતી આપમેળે એમ્પ્લોયર સુધી પહોંચે છે.

ઑનલાઇન રીતે આ સરળ પગલાંઓ અનુસરીને તમારા EPF એકાઉન્ટને અપડેટ કરી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud