જાહેર ક્ષેત્રની બેંકોએ ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝીટ (FDs)માં 5-15 bpsનો ઘટાડો કર્યો હતો
અત્યારે બેંક એફડીના વ્યાજદર તૂટી રહ્યા હોવ છતાં અમુક બેંકો તમને આકર્ષક વ્યાજદર ઓફર કરે છે
ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરીને તમે કલમ 80C ટેક્સ ડીડક્શનનો લાભ લઈ શકો છો
આવકવેરા એકટની કલમ 80C હેઠળ ટેક્સ ડીડક્શન માટે રૂ. 1.5 લાખ સુધીના રોકાણને ક્લેમ કરી શકાય છે
WatchGujarat. છેલ્લા ઘણા સમયથી બેંક દ્વારા વ્યાજદરમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સામાન્ય વર્ગ અને બચત કરનાર લોકોને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાહેર ક્ષેત્રની બેંકોએ ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝીટ (FDs)માં 5-15 bpsનો ઘટાડો કર્યો હતો. જેના કારણે બચત કરનાર લોકો પરેશાન છે. આવા સમયે અમે તમને કેટલીક એવી માહિતી જણાવીશું જેનાથી તમે પોતાની બચત પર સારૂ વ્યાજ મેળવી શકશો.
ઉલ્લેખનીય છે કે વ્યાજદરમાં ભલે ઘટાડો થયો છે, પરંતુ કેટલાક એવા રસ્તા છે જેનાથી તમે સારૂ વ્યાજ મેળવી શકો છે. સામાન્ય રીતે રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)માં નિશ્ચિત વળતરના કારણે તેમાં રોકાણનો આગ્રહ રાખે છે. નીચા ટેક્સ બ્રેકેટમાં રહેલા લોકોને બેંક એફડી વધુ આકર્ષક લાગે છે. ઈક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) દ્વારા વોલેટાઈલ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની ભલામણ થતી નથી. આવી સ્થિતિમાં પાંચ વર્ષની ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ રોકાણકારોને રાહત આપે છે. પરંતુ
તમારે તમારા પોર્ટફોલિયોનો અમુક ભાગ વધુ વળતર આપતી ટેક્સ સેવિંગ એફડી (tax-saving FDs)માં રોકાણ કરવો જોઈએ. ટેક્સ પ્લાનિંગના નિર્ણયો તમારા ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.
તમને જણાવી દઈએ કે ટેક્સ સેવિંગ FDમાં રોકાણ કરીને તમે કલમ 80C ટેક્સ ડીડક્શનનો લાભ લઈ શકો છો. ઉલ્લેખનીય છે કે આવકવેરા એકટની કલમ 80C હેઠળ ટેક્સ ડીડક્શન માટે રૂ. 1.5 લાખ સુધીના રોકાણને ક્લેમ કરી શકાય છે. મહત્વનું છે કે સામાન્ય રીતે ટેક્સ સેવિંગ એફડીમાં પાંચ વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે અને પ્રિમેચ્યોર વિડ્રોને મંજૂરી નથી. નોંધનીય છે કે અત્યારે બેંક એફડીના વ્યાજદર તૂટી રહ્યાં હોવ છતાં અમુક બેંકો તમને આકર્ષક વ્યાજદર ઓફર કરે છે. મહત્વનું છે કે ઊંચા વ્યાજદર નાની ખાનગી બેંકો દ્વારા ઓફર થાય છે. બેંકબજારના ડેટા મુજબ આવી બેંકોમાં ટેક્સ સેવિંગ એફડીના વ્યાજદર 6.50 ટકા સુધીના હોય છે. આ ટકાવારી જાહેર બેંકો કરતા વધુ છે.
કઈ બેંકો વધુ વ્યાજદર ઓફર કરે છે
- પ્રાપ્ત વિગતો અનુસાર DCB બેંક, RBL બેંક અને યસ બેંક ટેક્સ સેવિંગ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ ઓફર કરે છે.
- ઈન્ડસઈન્ડ બેંક પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD પર 6 ટકા વ્યાજ આપે છે.
- ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક ટેક્સ સેવિંગ એફડીમાં 6.75 વ્યાજની ઓફર આપે છે.
- AU સ્મોલ ફાઇનાન્સ બેંક 6.25 ટકા વ્યાજદર ધરાવે છે.
- સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્ક 6.25 ટકા વ્યાજ ઓફર કરે છે.
- 5 વર્ષની ટેક્સ સેવિંગ FD પર સૌથી વધુ વ્યાજ ઓફર કરનાર જાહેર ક્ષેત્રની બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક છે. આ બેંકો 5.50 ટકા વ્યાજ આપે છે.
- SBI ટેક્સ સેવિંગ FD પર 5.40 ટકા અને BOB 5.25 ટકા વ્યાજ આપે છે.
- વિદેશી બેંક ડ્યુશ બેંક 6.25 અને સિટી બેંક 3.50 ટકા વ્યાજ આપે છે
- જ્યારે ટેક્સ સેવિંગ FD પર એક્સિસ બેંક 5.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે
- આઈસીઆઈસીઆઈ બેંક 5.35 ટકા અને એચડીએફસી બેંક 5.30 ટકા વ્યાજ આપે છે.
ઉલ્લેખનીય છે કે, અહીં અપાયેલા ડેટા બેન્કોની વેબસાઇટ પરથી 21 જુલાઈ 2021ના રોજ સંકલિત કરવામાં આવ્યા હતા અને બેંકબજાર દ્વારા સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય તેવી જ બેન્કોનો ઉલ્લેખ કરાયો છે. વેબસાઈટ પર ડેટા ન મુકનાર બેંકોને બાકાત રખાઈ છે. આ વ્યાજદર નોન સિનિયર સીટીઝનની પાંચ વર્ષની ટેક્સ સેવિંગ FD માટેનો છે.
આ આંકડા પરથી જણાય છે કે, DCB બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ટેક્સ-સેવિંગ એફડીમાં રોકવામાં આવેલી રૂ. 1.5 લાખની રકમ પાંચ વર્ષ પછી અનુક્રમે 2.07 લાખ અને 1.97 લાખ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે મોટી ખાનગી બેન્કો કરતા નાની ફાઈનાન્સ બેંકો દ્વારા ઊંચા વ્યાજ દર ઓફર થાય છે. જેનું કારણ છે કે ગ્રાહકોનો સંખ્યા ઓછી હોય તેવી નાની ખાનગી બેંકો અને નાની ફાઈનાન્સ બેંકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ઊંચા વ્યાજદર ઓફર થાય છે. પરંતુ જાહેર બેંકો પાસે ગ્રાહકોની સંખ્યા વધુ છે. જેથી તે ઓછા વ્યાજદર ઓફર કરે છે. ઉલ્લેખનીય છે કે ઊંચું વ્યાજ મળતું હોય એટલે તેમાં રોકાણ કરવું જ તે જરૂરી નથી. ઊંચા વ્યાજદર આપતી બેંકમાં ડિપોઝીટ કરો પણ મજબૂત મેનેજમેન્ટ અને નાણાંકીય વ્યવસ્થા ધરાવતી બેંકો તરફ પણ નજર દોડાવવી જોઈએ. જેથી કોઈ પણ પ્રકારનું નાણાકીય નુકશાન વેઠવાનો વારો ન આવે.