WatchGujarat. સામાન્ય રીતે વરસાદની ઋતુમાં ગરોળીનું પ્રમાણ વધારે જોવા મળે છે.જયારે ઘરની દીવાલો પર ગરોળી ફરતી દેખાય ત્યારે નાના-મોટા સૌ પરેશાન થઈ જતા હોય છે.કેટલાક લોકો તેનાથી ડરી જતા હોય છે. અથવા તો ચીસ પાડતા હોય છે.ગરોળીનો દેખાવ જ એવો છે કે જેને જોઈને તમને ડાયનોસોર જેવી બીક લાગે છે.ઘરમાં બધાની નજર ગરોળી પર જ ટકેલી હોય છે. કે તે ક્યાંક નીચે ના આવી જાય અથવા તો નીચે ના પડી જાય.તમે ગરોળીને ભગાડવા માટે અનેક સ્પ્રે વાપર્યા હશે પરંતુ તેનાથી કોઈ છુટકારો નથી મળ્યો.અહીં જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે તે તમને તમારા ઘરમાં સરળતાથી મળી રહેશે. તો આજે અમે તમને ગરોળીને દૂર કરવાનો એકદમ સચોટ ઉપાય જણાવી દઈએ. તો હવે ફટાફટ ટ્રાય કરી લો આમાંથી કોઈપણ એક ઉપાય અને ભગાડી દો ગરોળી.
ખૂણાઓમાં ડુંગળી કે લસણ રાખો
લસણ અને ડુંગળીની સ્મેલ તેજ હોય છે. જેથી ગરોળી તેની નજીક આવતી નથી. એવામાં તમે ઘરના બલ્બ પર દોરીમાં ડુંગળી બાંધી દો અથવા ઘરના ખૂણાઓમાં ડુંગળી અઅને લસણના કટકા મૂકી દો તો ગરોળી બિલકુલ નહીં આવે.
ઈંડાના છિલકા
જો તમે ઈંડા ખાઈને તેના છિલકા ફેંકી દો છો તો હવે એવું ન કરતાં. ઈંડાના છિલકાની ગંધથી ગરોળી આવતી નથી. જેથી ઈંડાના છિલકા ગરોળી આવતી હોય ત્યાં મૂકી દેવા.
કોફી પાઉડર અથવા તમાકુ
કોફી પાઉડરને તમાકુ કે કાથામાં મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. પછી તેની નાની નાની ગોળીઓ બનાવી જ્યાં ગરોળી આવતી હોય ત્યાં મૂકી દો. તેની સ્ટ્રોન્ગ સ્મેલથી ગરોળી નહીં આવે.
કાળા મરી
1 ચમચી કાળા મરી લઈને તેને બારીક પીસી લો. પછી 1 કપ પાણીમાં મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરી દો અને જ્યાં ગરોળી આવતી હોય ત્યાં સ્પ્રે કરી દો.
નેપ્થલીનની ગોળીઓ
નેપ્થલીનની ગોળીની ગંધ પણ ગરોળીને પણ પસંદ હોતી નથી. તમે તેને કબાટમાં પણ રાખી શકો છો.ગરોળી કબાટમમાં જશે નહીં.
ઠંડા પાણીનું સ્પ્રે
જ્યાં તમને ગરોળી દેખાય ત્યાં ઠંડા પાણીનું સ્પ્રે કરો. થોડા દિવસો સુધી આ ઉપાય કરવાથી ગરોળી આવતી બંધ થય જશે.