આપણે ક્યારે પણ બસ આથવા કોઈ ગાડીમાં મુસાફરી કરતા હોઈએ અને આપણે સફોકેશન થાય, જીવ ગભરાય અને ઉલ્ટી થવી એ વાત તો સામાન્ય છે. ઘણા લોકો આના પ્રત્યે ઘણું વિચારતા હોય છે કે તેમના આવું કેમ થાય છે અને આનો ઉપાય શું છે. તો આજે અમે તમારી માટે તેના ઉપાય લઇને આવ્યા છે જે તમે અહીંયા જાણી શકો છો. જોકે આપ ઉપાયોના ઉપયોગ થી તમને સો ટકા રાહત મળી જશે એવું અમે નથી કહી રહ્યા પરંતુ આ ઉપાયથી તમને ઘણી રાહત મળશે અને આ ઉપાયથી તમને ઉલ્ટી ન પણ થાય.

મુસાફરી દરમિયાન આપણે ઉલ્ટી થવી આ તો સામાન્ય વાત છે અને તે ખુબ જ કષ્ટકારી છે. પરંતુ આપણે ઈશ્વરે એ પ્રકારે બનાવ્યા છે કે આપણે અમુક વસ્તુઓનો સામનો કરવો પડે છે. આવી સ્તિથી ઋતુ બદલવાના કારણે પણ સર્જાય છે. જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ છે. ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ક્રિયા નથી કરી રહ્યા હોતા પરંતુ ગાડી ચાલી રહી હોય છે. અને અચાનક ચાલતી ગાડીએ, બમ્પર આવાથી, ગાડી વારંવાર ઉભી રહેવાથી મગજ સારી રીતે કામ કરી શકતું નથી.

આવી પરિસ્થિતિને જ મોસમ સિકનેસ કહેવામાં આવે છે.

જાણો તેનાથી બચવાના ઉપાયો

-બારી પાસે બેસવાથી આ બીમારી ઓછી સર્જાય છે.

-જ્યારે મુસાફરી કરવાની હોય ત્યારે ખોરાક ઓછો ખાવો જોઈએ.

-મુસાફરી દરમિયાન છાપુ કે મોબાઇલમાં વાંચવાનું ટાળો.

-વાહન જે દિશામાં જતું હોય તેની વિપરીત દિશામાં ન બેસવું.

-મુસાફરી દરમિયાન ઉલ્ટી થવા જેવું થાય ત્યારે લીંબુ સૂંઘવાથી પણ લાભ થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud