WatchGujarat. ઘણી વાર ચોમાસાની ઋતુમાં આપણી ત્વચા ઓઈલી થઇ જાય છે. તૈલી ત્વચાને લીધે ત્વચા ઉપર ધૂળ અને અને રજકણોનોનો થર જામી જતો હોય છે. તેથી ઓઈલી ત્વચાને લીધે આપણને ઇરીટેટ જેવું અનુભવાય છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. ઘણા લોકો પોતાની તૈલીય ત્વચાને લીધે હાથમાં નેપકીન લઈને ફરતા હોય છે. માટે તમે તમારી તૈલીય ત્વચાને દૂર કરવા માંગતા હોવ તો અજમાવો આ ટિપ્સ જે તમને તૈલીય ત્વચાની સમસ્યાથી દૂર કરશે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકો છો.
ઑઇલી સ્કિન માટે બેસનનું ફેસ પેક
ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે.
બેસન અને દહીનું ફેસપેક
દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો.
બેસન અને દૂધનું ફેસપેક
તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.
બેસન અને હળદર ફેસપેક
બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો.
બેસન અને ટામેટાનું ફેસપેક
તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે. બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઇ નાંખો.