• કોરોના મહામારીના નવા નિયમ અનુસાર જો તમારે કોઈ અન્ય દેશની મુસાફરી કરવી હોઈ તો તમારે કોરોના વેક્સિન ના બંને ડોઝ લેવું અને કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પાસપોર્ટ સાથે લિંક કરવું ફરજીયાત બન્યું છે.
  • આ સાથે જો તમને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે તો તમે સરળ રીતે કોવિદ વેક્સિનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે જોડી શકો છો.
  • પાસપોર્ટ સાથે કોવિદ વેક્સિનેશન સર્ટિફિકેટ લિંક કરવાની સરળ પ્રક્રિયા

સૌ પ્રથમ તો તમે cowin.gov.in પર જાઓ.અહીં લોઈન કર્યા બાદ હોમ પેજ પર સપોર્ટ સેક્શનને ક્લિક કરવાનું રહે છે. તમે જ્યારે સપોર્ટ સેક્શનને ક્લિક કરશો તો તમારી સામે 3 વિકલ્પ Frequently Asked Questions, સર્ટિફિકેટ કરેક્શન અને Contact us જોવા મળશે. હવે ત્રણેયમાંથી સર્ટિફિકેટ કરેક્શનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહે છે. અહીં ક્લિક કર્યા બાદ તમારી સામે ‘Raise an Issue’ ઓપ્શન ખુલશે.

Raise an Issue ઓપ્શનમાં Add Passport Detailsની સાથે ફરીથી 3 વિકલ્પ મળશે. તમે Add Passport Detailsના ઓપ્શન પર ક્લિક કરો અને સાથે તમે જે વ્યક્તિના પાસપોર્ટને સર્ટિફિકેટ સાથે જોડવા ઈચ્છો છો તેની પસંદગી કરો. આ પછી એ વ્યક્તિનો પાસપોર્ટ નંબર નાંખો અને પછી Submit Request પર ક્લિક કરો. આ પ્રક્રિયાને કર્યા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે. પ્રાક્રિયા પૂરી થયા બાદ ફરીથી હોમ પેજ પર જાઓ અને સાથે Vaccination Servicesમાં ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરીને પાસપોર્ટથી જોડાયેલું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud