આટલું કરશો તો એકદમ સોફ્ટ બનશે ખમણ
WatchGujarat
Updated: 2 years ago
New Billionaires
વિશ્વભરમાં ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે ખમણ. દેશના બીજા રાજ્યના લોકો ગુજરાતીઓને ખમણ-ઢોકળાથી જ ઓળખે છે. ખમણ સ્વાદિષ્ટ ત્યારે લાગે જ્યારે તે ખૂબ જ સોફ્ટ હોય. તમે ઘરે કેટલીક વાર ખમણ બનાવતા હશો પરંતુ તે બજાર જેવા સોફ્ટ નહિં બનતા હોય. જો તમે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરે પણ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી ખમણ બનાવી શકશો.
ખમણની સોફ્ટનેસ તેનુ ખીરુ તમે કેવી રીતે બનાવો છો તેના પર આધારિત છે. તેનુ ખીરુ બનાવતી વખતે તેમાં થોડુ તેલ જરૂર નાંખો. તેમાં સોડા કે ફ્રૂટ સોલ્ટ છેક છેલ્લે જ નાંખો અને ખીરુ થોડુ ફૂલે ત્યાં સુધી તેને બરાબર હલાવો.
ફ્રૂટ સોલ્ટ નાંખીને ખીરુ તૈયાર કરો પછી તેને વધુ સમય એમનું એમ ન રહેવા દો. તેમાં સહેજ આથો આવતો જણાય કે તરત જ તેની થાળી ઉતારી લો. જો તમે ખીરુ એમનુ એમ પડ્યુ રહેવા દેશો તો ખમણ ફૂલેલા નહિં બને. ખમણ ઉતારવા તૈયાર કરેલા ખીરાને તમે સ્ટીમ કરી દેશો તો પણ ખમણ વધારે સોફ્ટ બનશે અને ફૂલશે.
તમે કૂકરમાં ઢોકળા બનાવતા હોવ તો પહેલા કૂકરમાં થોડુ પાણી ઉકાળવા મૂકી દો. પછી ખીરાને થાળીમાં ફેલાવી કૂકરમાં રાખી ઢાંકણું ઢાંકી દો. કૂકરમાં ખમણ ઉતારતી વખતે કૂકરના ઝાંકણાની સીટી કાઢવાનું ન ફૂલતા.
માઈક્રોવેવમાં પણ તમે ખમણ ઢોકળા બનાવી શકો છો. આ માટે માઈક્રોવેવ બાઉલમાં થોડુ તેલ લગાવીને તેને હાઈ હીટ પર 3 મિનિટ થવા દો. તમે કૂકરમાં ઢોકળા બનાવતા હોવ કે માઈક્રોવેવમાં તેમાં ટૂથપિક નાંખીને તે ચડી ગયા છે કે નહિં તે ચોક્કસ ચેક કરો. જો તેનું ખીરુ ટૂથપિક પર ચોંટે તો તેને થોડી વધારે વાર સીજાવા દો.