ગૃહિણીઓને આ વાત હંમેશા પરેશાન કરતી રહે છે  કે રાત્રીના ભોજનમાં અને બપોરના ભોજનમાં બનાવું શું? કારણકે વડીલોથી લઈને બાળકો સુધી બધા એક જ સ્વાદવાળા શાક ખાઈને કંટાળી જાય છે. એવામાં તમે પણ કઈંક અલગ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આજે જ ટ્રાઈ કરો આ પાપડનું શાક. અને તે લાગશે સ્વાદમાં એકદમ લાજવાબ. તેને ખાધા પછી ઘરના સભ્યો વારંવાર તેને બનાવવાની ફરમાઈશ કરશે તો ચાલો નોંધી લો પાપડના શાક ને બનાવવાની રેસીપી.

પાપડનું શાક બનાવવા માટે સામગ્રી

– 4 અડદના પાપડ

– અડધો વાટકો મોળું દહીં

– 2 ટામેટા

– 1 ડુંગળી

– 2 લીલાં મરચા

– કોથમીર

– 1 તમાલ પત્ર

– 1 સૂકું લાલ મરચું

– 1 ચમચી લસણની પેસ્ટ

– 1 ચમચી હળદર

– 3 ચમચી લાલ મરચું

– 2 ચમચી ધાણા જીરું

– 1 ચમચી ગરમ મસાલો

– 3 ચમચી તેલ

– 1 ચમચી રાય

– ચપટી હિંગ

– 1 ચમચી જીરું

– મીઠું સ્વાદાનુસાર

પાપડનું શાક બનાવવાની રીત

સૌથી પહેલા શેકેલા અથવા તળેલા પાપડના ટુકડા કરી લો. ત્યારબાદ એક બાઉલમાં દહીં લઈને તેમાં લાલ મરચું ,ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી કડાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાય, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ સૂકું મરચું ઉમેરી વઘાર કરો. પછી તેમાં ડુંગળી ઉમેરી લસણની પેસ્ટ, લીલા  મરચા અને હળદર ઉમેરી ઝીણી સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી ટામેટા ઉમેરી ગળી જાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મસાલાવાળું દહીં ઉમેરી મિક્સ કરવું, તે દહીંવાળા બાઉલમાં 1 અથવા 1/2 વાટકી પાણી ઉમેરી તેમાં પાપડના ટુકડા ઉમેરી સીજવા દો.

શાકમાં ગ્રેવી જોઈતી હોઈ તો તો વધારે સીજવા ન દો. સૂકું શાક બનાવવું હોય તો વધારાનું પાણી ઉકાળી નાખો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી ગરમમાં ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી પાપડનું શાક.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud