ઘણા લોકો કોથમીરની છતંય બનાવતી વખતે ભૂલ કરતા હોય છે. જેથી ચટણી તમારી અપેક્ષ મુજબ સ્વાદિષ્ટ બનતી નથી, જો જમવામાં ચટણી ન હોય તો પછી આખા જમવાનો સ્વાદ આવતો નથી. ચટણી એવી વાનગી છે જે દાળ ,ભાત ,પરાઠા , ખીચડી, પુલાવનો સાદ સર્વશ્રેષ્ટ બનાવે છે. આજે અમે તમને કોથમીરની ચટણી એટલે કે લીલી ચટણી બનાવવાની રેસિપી જણાવીશુ.મોટાભાગના લોકો ઘરે ચટણી બનાવે છે.પરંતુ તેમનાથી ચટણી બનાવતી વખતે ઘણા લોકો ભૂલ કરે છે અને ચૂંટણી તેમની અપેક્ષા મુજબ સ્વાદિષ્ટ બનતી નથી. તો ચાલો જાણી લો ઘરે જ સ્વાદિષ્ટ ધાણાની ચટણી બનાવવાની રીત.

જરૂરી સામગ્રી

કોથમીર ના પાંદડા

ટામેટા એક કે બે (કેટલી ચટણી બનાવવી તે મુજબ)

લીલા મરચા

આમચુર પાવડર

મીઠું

બનાવવાની રીત-

સૌથી પહેલાં કોથમીરના પાનને પાણીથી સારી રીતે ધોઈ લો.આ સાથે ટામેટાં અને લીલા મરચાને પાણીથી ધોઈ લો. હવે બાઉલ લો અને છરી વડે ટમેટા કાપી લો. આ પછી, તે બાઉલમાં ટમેટાની અંદરનું પાણી અલગ નીકાળી દો.. ઘણીવાર લોકો આ ભૂલ કરે છે. મોટાભાગના લોકો ટમેટાં કાપીને એવી જ રીતે પીસી નાખે છે આથી ચટણીનો સ્વાદ અલગ આવે છે. જો તમે પણ એવું જ કરો છો તો હવે આ ભૂલ ન કરો.

હવે તેમાં મિક્સરજાર લો અને તેમાં કોથમીર, ટામેટાં અને લીલા મરચા નાખો. તે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખો. મિક્સર જાર બંધ કરો અને ક્રશ કરો. હવે મિક્સર જાર ખોલો અને તે જ બાઉલ માં ચટણી બનાવો જેમાં તમે ટામેટા નો રસ નીકાળ્યો છે. તમને લાગશે કે ચટણી તૈયાર છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીંની ચટણીમાં તમારે એક ચમચી આમચુર પાવડર ઉમેરવો પડશે. હવે એક ચમચી સાથે ચટણી મિક્સ કરો. તમારી ચટણી ખાવા માટે તૈયાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud