WatchGujarat. ચોમાસામાં સામાન્ય રીતે વર્ષની સૌથી સુખદ ઋતુઓમાંની એક માનવામાં આવે છે. પરંતુ, આ જ ઋતુમાં આપણામાંના મોટાભાગના લોકો શરદી અને ઉધરસનો ભોગ બને છે, જો સાવચેતી રાખતા ના હોય તો. ચોમાસાની ઋતુ જેટલી ગરમીમાંથી સુખદ રાહત લાવે છે, તેટલી જ ભયાનક બીમારીઓ પણ લાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ધાતક બની શકે છે.ચોમાસાની ઋતુમાં અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે છે જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. જેમાં ઉધરસ (Cough)અને છીંક (Sneeze)જેવા નાના લક્ષણોથી દૂર રહેવા માટે તમારી જાતને તૈયાર કરવું  જરૂરી છે.હાલમાં ચાલી રહેલા કોરોના કાળમાં ઉધરસ અને છીંક જીવલેણ સાબિત થઇ શકે છે.

હવે, તમે વિચારી રહ્યા હશો – હું મારી જાતને શરદી અને ઉધરસથી કેવી રીતે બચાવી શકું? તેના માટે આ ઘરેલુ ટિપ્સ અજમાવી જુઓ.આ ટિપ્સ અનુસરવા માટે સરળ છે અને તમારા ઘરમાં સરળતાથી ઉપલબ્ધ છે.

આદુના ટુકડા

આદુમાં એન્ટી-ઈન્ફલેમેટરી ગુણધર્મો હોય છે જે ઉબકા અને અને દુખાવામાં રાહત આપે છે. તે નાક સાફ કરવામાં અને ઉધરસ મટાડવા માટે મદદ કરે છે.તમે જે કંઈપણ પીણું બનાવી રહ્યા છો તો તેમાં આદુના ટુકડા નાખવા.

હૂંફાળું પાણી પીવું

એક ચમચી આદુ, જીરું, વરિયાળી અને કોથમીરનું પાણી ઉકાળીને ઓફિસ અને શાળાએ લઈ જઈ દિવસભર પીવું જોઈએ.

તુલસીના પાન ખાઓ

તુલસી એક પ્રાચીન આયુર્વેદિક ઓષધિ છે જે રોગોને દૂર કરે છે. આ છોડના પાંદડાઓમાં જાદુઈ ઉપચાર ગુણધર્મો છે. તેથી દરરોજ ત્રણથી ચાર તુલસી ના પાનને ખાવા જોઈએ, અથવા મધ સાથે પેસ્ટ બનાવી અને ઉધરસ અને છીંકથી રાહત માટે તેનું સેવન કરી શકાય છે.

હળદર મદદ કરે છે

હળદર આપણા રોજિંદા વપરાશમાં જોવા મળતા સૌથી વધુ ઉપયોગ થનારા મસાલાઓમાંનો એક છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે તેથી તમે મધ સાથે અડધી ચમચી હળદર મિક્સ કરી અને દિવસમાં બે વખત તેનું સેવન કરી શકો છો.

લીમડાના પાનનું સેવન કરો

ઉધરસ અને છીંક જેવી સમસ્યાઓ માટે લીમડો ફરી એક શ્રેષ્ઠ ઓષધિ છે. દરરોજ સવારે ખાલી પેટ 5-6 લીમડાના પાન ચાવો. લીમડો હાનિકારક પ્રદૂષકોને શોષવામાં ખૂબ જ સારો છે. આ પદ્ધતિઓ અપનાવીને તમે આ સિઝનમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓને સરળતાથી અલવિદા કહી શકો છો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud