દૂધ ઉકાળવું ઘણા લોકો ને એક મુશ્કેલીભર્યું કામ લાગે છે કારણ કે દૂધને ઉકાળવા માટે ઘણા સમય સુધી રસોડામાં ઉભું રહેવું પડે છે અને સતત દૂધ પર નજર રાખવી પડે છે. જ્યારે ગેસ વધારીએ ત્યારે એક ભય રહેતો હોય છે કે, દૂધ ઉભરાઈને બહાર તો નહિ આવી જાય અને ગેસ ધીમો હોવા પર એ પણ ભય રહેતો હોય છે કે તે બળી ન જાય. જેના કારણે મહેનત અને પૈસા તેમ બંનેનો વ્યય થાય છે. આ સાથે  ઘણા લોકો ફરિયાદ પણ કરતા હોય છે કે, દૂધ ગરમ કરતા સમયે દૂધ વાસણમાં ચોંટી જાય છે અને ;બડ્ડી જાય છે. આના કારણે દૂધમાં બાળવાની ગંધ આવવા લાગે છે આજે અમે તમારી માટે આવી ઘણી ટિપ્સ લઇને આવ્યા છે. જેનાથી આપ સૌ આવી સમસ્યાઓથી બચી શકો છો.

વાસણના તળિયાને ભીનું કરી દો

સૌ પ્રથમ વાસણની નીચે ભીનું કરો જેમાં તમે દૂધ ઉકાળો છો. આ માટે, અડધો કપ પાણી લો અને તેને વાસણમાં રેડવું, પછી તેને સારી રીતે ફેરવો. ત્યારબાદ એક વાસણમાં દૂધ ઉકાળો. આને કારણે દૂધ વાસણમાં ચોંટશે નહીં અને બળશે પણ નહીં

દૂધમાં એક ચમચી મૂકી દો

જ્યારે તમે વાસણમાં દૂધ ઉકળવા માટે મૂકો છો, ત્યારે વાસણમાં એક ચમચી પણ મૂકો. આ પછી દૂધ ઉકાળો, તેના કારણે દૂધ ઉકાળ્યા પછી વાસણમાંથી ઉભરાઈને બહાર નહીં આવે.

વાસણ પર લાકડાનો ચમચો મૂકો

ઉકળી ગયેલું દૂધ વાસણમાંથી બહાર ન આવે તે માટે, દૂધને ઉકાળો ત્યારે લાકડાનો ચમચો અથવા સ્પેચુલાને વાસણ પર રાખો. આના કારણે દૂધમાંથી વરાળ બહાર આવવાનું ચાલુ રાખશે પરંતુ દૂધ વાસણમાંથી બહાર નહીં આવે.

વાસણ પર માખણ પણ લગાવી શકો છો

દૂધ ઉકળવા પર વાસણમાંથી તે બહાર ન આવે તે માટે, જે વાસણમાં તમે દુધ ઉકાળવા મુકો છે તેના કિનારે થોડું માખણ લગાવી દો.. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે માખણ વાસણની આજુબાજુ સારી રીતે વળગી રહેવું જોઈએ જેથી દૂધ ઉકળે ત્યારે કોઈપણ બાજુથી બહાર ન આવી શકે.

સોડિયમ બાયકાર્બોનેટ મિલાવી દો

દૂધને બચાવવા માટે અને દૂધ ઉકળી વાસણની બહાર ન આવે તે માટે સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરી શકો છો. તમારે તેને દૂધ ઉકાળતા પહેલા તેને દૂધમાં ભેળવવું પડશે. જો તમે ઉનાળા દરમિયાન દૂધને ફ્રિજમાં રાખવાનું ભૂલી જાઓ છો, તો પણ દૂધ બગડશે નહીં અને ઉકળતા સમયે તે વાસણમાંથી બહાર આવશે નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud