• ફ્રાન્સના આર્ટિસ્ટ દ્વારા ધાર્મિક લાગણી દુભાય તેવા કાર્ટુન બનાવવાને કારણે મુસ્લીમ દેશો તેનો વિરોધ કરી રહ્યા છે.
  • વડોદરાના રાવપુરા સહિત અન્ય વિસ્તારોમાં બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લાગ્યા
  • પોસ્ટર મારફતે ફ્રાન્સની ચીજવસ્તુઓની લે-વેચ પર પ્રતિબંધ મુકવા માંગ

વડોદરા. આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટુનને કારણે ફ્રાન્સનો દેશ દુનિયામાં વિરોધ થઇ રહ્યો છે. જો કે મુસ્લિમ દેશો દ્વારા મોટાપાયે ફ્રાન્સનો વિરોધ કરવામાં આવે છે. તાજેતરમાં ફ્રાન્સમાં ચરમપંથીઓ દ્વારા ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના આંતરરાષ્ટ્રીય પડઘા પડી રહ્યા છે. દરમિયાન વડોદરાના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમા બોટકોટ ફ્રાન્સના પોસ્ટર લાગ્યા છે.

મુસ્લિમ ધર્મગુરૂ સંબંધિત કાર્ટુન બનાવવા બદલ ફ્રાન્સ સામે વૈશ્વિક વિરોધ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ફ્રાન્સમાં ચાકુ વડે ત્રણ લોકો પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. એક તરફ દુનિયા કોરોના મહામારી સાથે લડવા માટે એક થઇ રહી છે. ત્યારે બીજી તરફ ફ્રાન્સમાં આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટુનનો વિવાદ ચાલી રહ્યો છે. અને તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. વડોદરાના રાવપુરા સહિત અન્ય વિસ્તારોમાં બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જેમાં ફ્રાન્ચની ચીજવસ્તુઓ વેચવા કે ખરીદવા માટે પ્રતિબંધના કરવા જણાવાયું છે.

પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં ફ્રાન્સમાં થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાની મુકાલાતે છે. ત્યારે બોયકોટ ફ્રાન્સના પોસ્ટરોએ શહેરમાં ઉત્તેજના જગાવી છે.

બોયકોટ ફ્રાન્સના પોસ્ટરમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોટો મુકવામાં આવ્યો છો. અને તેના પર બુટનો માર્ક લગાડવામાં આવ્યા છે. તેની સાથે પોસ્ટરમાં ફ્રાન્સની કંપનીઓના નામ સાથે લોગો પણ મુકવામાં આવ્યા છે. આમ, ફ્રાન્ચની ચીજવસ્તુની લે-વેચ કરવા માટે પ્રતિબંધ મુકી ફ્રાન્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud