• વડોદરાની MSU માં ઓફલાઇન એક્ઝામ મુદ્દે ભારે વિરોધ,
  • હેડ ઓફિસ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો
  • હવન કરી ભારે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો
  • રજીસ્ટ્રારે કેટલાકે વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી


WatchGujarat.વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં આગામી સમયમાં પરિક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે શિક્ષણવિભાગનાં આદેશ અનુસાર યુનિવર્સિટીના સત્તાધીશોએ ઓફલાઇન પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ ઓનલાઇન પરિક્ષા લેવાની માંગ કરી રહ્યા છે. જેને લઇને વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે અને ઓનલાઇન પરિક્ષાની માંગણી કરી રહ્યા છે.

આજે વિદ્યાર્થી પાંખ, વિદ્યાર્થી વિકાસ સંઘ અને એજીએસયુનાં નેજા હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે એકત્રીત થઇ વિરોધ કર્યો હતો. પોસ્ટર સાથે સુત્રોચ્ચાર પોકારી વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ ધરણાં કરી હવન પણ કર્યો હતો. ભારે સુત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને ગઝવી મૂકી હતી. બાદમાં રજીસ્ટ્રાર આવતા કેટલાક વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે તો આવનાર સમય જ બતાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ મામલો વિરોધ થઇ રહ્યો છે. ઓનલાઇન પરિક્ષા અને ઓફલાઇન પરિક્ષાનું ફોર્મેન્ટ જુદુ હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે તેવી માહિતી સામે આવી છે. જેથી વિદ્યાર્થીઓની માંગ છે કે ઓનલાઇન પરિક્ષા લેવામાં આવે. બે દિવસ પહેલા પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિજીલન્સ-વિદ્યાર્થીઓ સામસામે આવતા માહોલ ગરમાયો હતો. વિદ્યાર્થીઓએ ભારે રોષમાં નારાબાજી કરી હતી. જો કે યુનિવર્સિટીના સત્તાધીશોની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners