• અમરેલી જિલ્લાનાં એસ પી નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી
  • વિદાય સમારંભમાં જનતાએ ઉમળાભેર સન્માન કરી જાજરમાન વિદાઇ આપી
  • પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જાળવી રાખનાર એસપીની જિલ્લામાં ખૂબ જ લોકપ્રિયતા છે
  • લોકો સીધી બાતમી એસપી નિર્લિપ્ત રાયને આપતા હતા

WatchGujarat.ચૂંટણી નજીક આવતા રાજ્યમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓની બદલી દોર ચાલુ છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એસ પી તરીકેની ફરજ બજાવતા નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવી છે. નિર્લિપ્ત રાય ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય તેઓએ ફરજ નિભાવી છે. આજે શહેરીજનોએ તેમને સન્માન સાથે આવકારી જાજરમાન વિદાઈ આપી હતી.

કોઇ નેતાઓ કે મહાન હસ્તિઓ આવે ત્યારે ફૂલથી સ્વાગત કરતા જોઇએ જ છીએ. પરંતુ કોઇ પોલીસ અધિકારીની બદલી થાય અને સ્થાનિક લોકો સ્વયં આવીને ખૂબ જ આદરપૂર્વક ફૂલોથી વધાવીને સ્વાગત કરે તેવુ ભાગ્યે જ જોવા મળતુ હતુ. આજે અમરેલી શહેરના સિનિયર સીટીઝન ગાર્ડન પાસે જાહેર જનતા દ્વારા વિદાઈ કાર્યક્રમ યોજાયો અને વાજતે ગાજતે વિદાઈ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વયંભૂ લોકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા અને ફૂલો ઉછાળી સન્માન સાથે વિદાઈ આપી હતી. એટલુ જ નહી વાજગે-ગાજતે રસ્તા પર ખુલ્લી શણગારે જીપમાં આવકાર્યા હતા.

એસ પી તરીકેની ફરજ બજાવતા નિર્લિપ્ત રાય અમરેલી જિલ્લામાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. અમરેલી જિલ્લામાં કોઈ રાજકિય નેતા પ્રતિનિધિની લોકપ્રિયતા ન હતી તેવી આઇપીએસ નિર્લિપ્ત રાયની લોકપ્રિયતા જોવા મળતી હતી. લોકો સીધી બાતમી એસપી નિર્લિપ્ત રાયને આપતા હતા. જેના કારણે એસપીની ટીમ દ્વારા સીધી રેડ કરાતી હતી. બાતમી દારનું નામ ગુપ્ત રહેતું હતું. જેના કારણે લોકપ્રિયતા ખૂબ વધી હતી. આથી  લોકોએ સેલ્ફી લેવા માટે દોડાદોડી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.પી. અનેક વખત રાજકીય માણસોના કાર્યકરોથી લઈ નામચીન વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી ચુક્યા છે. ભલામણ માટે ફોન કરવા માટે કોઈ દિગ્ગજો હિંમત ન કરી તેવી રીતે કામ કર્યું હતું. જનતા ડરતી નહીં પણ ગુનેગારો ફફડતા હતા. હવે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના SP તરીકે IPS નિર્લિપ્ત રાની પસંદગી કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners