• ઈન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનું મર્જર થઈ ચુક્યુ છે, ત્યારે તેના ખાતાધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે
  • ઇન્ડિયન બેંકે તેના ટ્વીટર હેંડલ દ્વારા ગ્રાહકોને ચેકબુકથી જોડાયેલા એક અલર્ટ જારી કર્યો
  • જૂની ચેકબુક ઉપયોગ કરતા ખાતાધારકોને ઓક્ટેબર પહેલા નવી ચેકબુક લેવા બેંકની વિનંતી
  • ગ્રાહક બેંકો ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરીને મદદ લઇ શકે છે

WatchGujarat. તાજેતરમાં ઈન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકને મર્જ કરવામાં આવી છે. ત્યારે આજ રોજ ઈન્ડિયન બેંક દ્વારા સોશિયલ મીડિયા પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન બેંકે તેના ઓફિશિયલ ટ્વીટર હેંડલ દ્વારા ટ્વીટ કરીને ગ્રાહકોને ચેકબુકથી સંબંધિત એક અલર્ટ જારી કર્યો છે. જેમાં ગ્રાહકોને વહેલી તકે પોતાની નવી પાસબૂક મેળવવાનું કહેવામાં આવ્યું છે. જો ગ્રાહકો દ્વારા ટૂંક સમયમાં નવી પાસબૂક માટે અપ્લાય કરવામાં નહીં આવે તો તેમને નાણાકિય વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ અંગે મળતી વિગતો અનુસાર ઈન્ડિયન બેંક દ્વારા આજે ટ્વીટર પર આ જાણકારી આપવામાં આવી હતી. જેમાં તેમને અત્યાર સુધી જૂની ચેકબુકનો ઉપયોગ કરતા ગ્રાહકોને વહેલી તકે નવી ચેકબુક માટે એપ્લાય કરવાનું જણાવ્યું છે. બેંક તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ અંગે ટ્વીટ કરી જણાવ્યું છે કે, એક ઓક્ટોબર પછી જે કોઈ જૂની ચેકબુકનો ઉપયોગ કરશે, તો તે કામ નહીં કરે. એટલે કે નવી પાસબૂક વિના કોઈ પણ જાતના નાણાકિય વ્યવહાર ખાતાધારક કરી શકશે નહીં. એવામાં ગ્રાહક આગામી એક ઓક્ટોબર પહેલા નવી ચેકબુક એપ્લાય કરવા માટે બેંક દ્વારા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે.

આ બેંકના ખાતાધારકોએ શું કરવું

– જો ગ્રાહક બેંક નથી જવા માંગતા અથવા કોઇ કારણસર નથી જઇ સકતા, તો તેમની પાસે ઓનલાઇન કરવાનો પણ વિકલ્પ છે

– ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા નવી ચેકબુક માટે એપ્લાય કરી શકે છે

– આ ઉપરાંત બેંકની સત્તાવાર વેબસાઇટની મદદથી નવા IFSC કોડ માટે વિગત ભરી રજીસ્ટ્રેશન કરી શકાશે

– ગ્રાહક બેંકનો ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરીને મદદ લઇ શકે છે

– નવા IFSC કોડ માટે ગ્રાહકે તેમની બેંક પાસબૂકની એક સોફ્ટકોપી બેંકમાં જમા કરાવવાની રહેશે

– આ સાથે તેમાં ઓનલાઇન પણ સુધારો કરી શકાશે, જે માટે ગ્રાહકે પોતાના નોંધાયેલા મોબાઇલ નંબર જે આધાર સાથે લિંક હોય, તેના પરતી રિકવેસ્ટ મોકલવાની રહેશે

– ગ્રાહક પોતાનું એકાઉન્ટ બેંકની બ્રાન્ચ પરથી પણ અપડેટ કરાવી શકે છે

– મર્જર થયેલી બેંકોમાં અકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ નવા IFSC કોડ મેળવવા માટે જૂની ચેકબુકને બેંકને સોંપવાની રહેશે. જે બાદ બેંકમાંથી તમને એપડેટેડ ડિલ્સ વાળી પાસબુક અને ચેકબુક પ્રાપ્ત થશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud