વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતના અને વિસ્તારોમાં માવઠાની આગાહી
ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ
21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દરિયો નહીં ખેડવા હવામાન વિભાગની સૂચના
કમોસમી વરસાદ બાદ ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, ખેડૂતોમાં ચિંતા વધી
WatchGujarat. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે માવઠાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના છે. આગામી 21 થી 25 જાન્યુઆરી સુધી દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાના પગલે તકેદારી રાખવા જણાવ્યું છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આજ સવારથી કેટલાંક વિસ્તારોમાં અસહ્ય ઠંડીનો મહોલ જોવા મળ્યો હતો. જોકે બપોર સુધીમાં તાપમાન સામાન્ય થયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં કમોસમી માવઠાની આગાહી કરી છે. જેને પગલે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ. આ અંગે મળતી વિગતો અનુસાર આગામી 21 થી 22 જાન્યુઆરીના રોજ દરિયામાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી માછીમારોએ આ સમયગાળામાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
મહત્વનું છે કે 23 જન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને ઝાપટાંની શક્યતા છે. આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે.
આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, બેટદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે. વધુ એક વખત માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.