કડકીયા કોલેજ નજીક આમલાખાડી બ્રિજ પર ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના
સજોદના યુવાનની કાર બેકાબૂ બની બ્રિજની રેલીગ તોડી નીચે પટકાઇ
WatchGujarat. અંકલેશ્વરમાં રામ રાખે તેને કોણ ચાખે ઉક્તિ સાર્થક થતી હોય એમ 30 ફૂટ નીચે ખાડીમાં રેલિંગ તોડી કાર ખાબકી છતાં ચાલાકનો આબાદ બચાવ થયો હતો. કડકીયા કોલેજ નજીક આમલાખાડી બ્રિજ પર ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના બની હતી. સજોદના યુવાનની કાર બેકાબૂ બની બ્રિજની રેલીગ તોડી નીચે પટકાઇ હતી.
અંકલેશ્વર - હાંસોટ રોડ ઉપર આમલાખાડી બ્રિજ પરથી પસાર થતી સ્વીફ્ટ કાર રેલિંગ તોડી આમલાખાડીમાં ખાબકી હતી. આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. હાંસોટ રોડ ઉપરથી સજોદનો કાર ચાલક પોતાની સ્વીફ્ટ કાર લઈ પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર બ્રિજની રેલિંગ તોડી 30 ફૂટ નીચે ખાબકી હતી.
ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ફિલ્મી સ્ટંટ જેવી ઘટનામાં જ્યાં સજોદના કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. 30 ફૂટ પરથી કાર નીચે ઉંધી ખાબકી હતી. જે ચાલાક માટે જીવલેણ સાબિત થઇ શકી હોત છતાં કાર ચાલકનો આબાદ બચાવ થતા રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ સાર્થક થઇ હોવાની ઉક્તિ સાર્થક થઈ હતી.