શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે
આજે વધુ એક મારમારીની ઘટના સામે આવી, બે જૂથ વચ્ચે ધોળે દિવસે અથડામણ સર્જાઈ
એક જૂથના લોકોએ અન્ય જૂથની ગાડીઓનાં કાંચ ફોડતા ફફડાટ ફેલાયો
પોલીસ દ્વારા 7 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરાઈ
WatchGujarat. શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ચોરી, લૂંટ અને મારામારી સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના આજે બની છે. જેમાં બે જૂથ વચ્ચે ધોળે દિવસે અથડામણ સર્જાઈ હતી. અને એક જૂથના લોકોએ અન્ય જૂથની ગાડીઓનાં કાંચ ફોડતા ફફડાટ ફેલાયો હતો. જેને લઈ વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી હતી. જો કે આ અંગેની જાણ થતા પોલીસનાં ઘાડેધડા ઉતરી આવ્યા હતા. અને 7 લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં પ્રહલાદ પ્લોટ અને કરણપરાના ગમારા અને ચાવડીયા (ભગત) જુથ વચ્ચે પાંચેક વર્ષથી ચાલતાં મનદુઃખમાં સમાધાન માટે થયેલી ચર્ચાઓ પડી ભાંગતા રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારાની હોટેલ પર આવેલા ટોળાએ તલવાર, લાકડી સાથે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે.
જાણવા મળતી વિગત મુજબ, બપોરે એકાદ વાગ્યે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારા પરિવારની હોટેલ પર દસ બાર શખ્સોએ આવી ધોકા તલવાર ઉગામી તોડફોડ કરી આતંક મચાવતા નાસભાગ મચી ગઇ હતી. તોડફોડ કરતાં આ શખ્સોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. જો કે એ પહેલા પ્રહલાદ પ્લોટ અને કરણપરા વિસ્તારમાં ગમારા અને ભગત (ચાવડીયા) જૂથના લોકો નીકળી પડતાં ટપોટપ દૂકાનો બંધ થઇ ગઇ હતી.
ચાવડીયા (ભગત) જૂથના લોકોના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલા કરણપરામાં ચૌહાણ પાન પાસે રવિ ગમારા નામનો શખ્સ બીજા કોઇ શખ્સ સાથે માથાકુટ કરતો હોઇ તે વખતે ચાવડીયા-ભગત જુથના લોકોએ તેને અટકાવ્યો હતો. તે વખતે બેડીપરાના લીલા ખીંટ, રવિ, સતિષ, કરણ, સુનિલ, કમો ગમારા, કરસનભાઇ સહિતનાએ માથાકુટ કરી હતી. અને ભગત ચાવડીયા ગ્રુપના ભગીરથભાઇની ગાડીમાં તોડફોડ કરી હતી. આ બાબતે માથાકુટ થતાં ગઇકાલે ફરીથી ડખ્ખો થયો હતો.
બાદમાં ગમારા અને ચાવડીયા-ભગત જૂથના લોકો દિવાનપરાના મછોમાતાના મંદિર ખાતે સમાધાન માટે ભેગા થવાના હતાં. પરંતુ તેઓ ભેગા થયા નહોતાં. એ પછી રાત્રીના પણ બંને જુથના છોકરાઓ એક બીજા સાથે માથાકુટ કરે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. જે અંતર્ગત આજે બપોરે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારાની હોટેલ ખાતે ટોળુ ધસી આવ્યું હતું અને ધોકા તલવારથી ધમાલ મચાવી ખુરશીઓમાં, ટેબલમાં તોડફોડ કરી હતી. એક બોલેરો ગાડી અને મહિન્દ્રા ટીયુવી ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેને પગલે ભયનાં માર્યા વેપારીઓએ ટપોટપ દૂકાનો બંધ કરી દીધી હતી. થોડીવાર માટે પરિસ્થિતિ ભયજનક બની ગઇ હતી. પરંતુ પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં બધુ શાંત પડી ગયું અને દૂકાનો ફરીથી ખુલી હતી.