• રાજ્યના સૌથી મોટા શહેર અમદવાદમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
  • ગુટખાના ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઈ, શહેરમાં કુલ 14 સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગના દરોડા
  • આ સતત બીજે મહિને ઇન્કમટેક્સ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે

WatchGujarat. દેશભરમાં કરવામાં આવી રહેલી ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદવાદમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ સર્વેની કામગીરી બિલ્ડીંગ ક્ષેત્રે ગુટખાના ડીલર મુસ્તફા શેખના ગ્રુપ સાથે સંકળાયેલું છે. આ સાથે આવકવેરા વિભાગ તરફથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માણેકચંદના ડીલર મુસ્તફા શેખને ત્યાં તવાઈ બોલવવામાં આવી. સાથે જ તેમના ભાગીદારોની તપાસ કરવાં આવી રહી છે.

વધુમાં જણાવતા શહેરના અલગ અલગ કુલ 14 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા ને તપાસ કરવામાં આવી રહી છે. મુસ્તફા શેખનું ગ્રુપ અને સર્વેની કામગીરી બિલ્ડીંગ ક્ષેત્રે સંકળાયેલું છે. અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અને સર્વેની કામગીરી કરવાંમાં આવી રહી છે. પાલડી, કાલુપુર અને આશ્રમરોડ એમ કુલ 14 સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. અને આ તમામ જગ્યાએ હાલમા દરોડા અને સર્વેની કામગીરી શરૂકરી દેવામાં આવી રહી છે. ખાસ કરીને આ સતત બીજે મહિને ઇન્કમટેક્સ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી અને અને આ તમામ જગ્યાએ જે પણ તેઓના ભાગીદાર હતા અથવા તો તેમની સાથે સંકાળેલ લોકો હતા તેમની પાસેથી મોટા પ્રમાણમાં કર ચોરી મળી આવે તેવી શક્યતા રહેલી છે તો આ તમામ જગ્યાએ ઇન્કમટેક્સ દ્વારા હાલમાં અલગ અલગ અધિકારીઓની ટિમ બનાવવામાં આવી છે. અને તમામ જગ્યાએ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે . જે તે સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે કે કેટલા રૂપિયાની કર ચોરી પકડાઈ છે.

Facebook Comments Box

Videos

Our Partners